If These Were Followed By Complex Than Might Have Saved 20 Lives
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …તો માતાઓએ પોતાના 20 વ્હાલસોયા ના ગુમાવવા પડ્યા હોત, શું કહે છે નિયમો

…તો માતાઓએ પોતાના 20 વ્હાલસોયા ના ગુમાવવા પડ્યા હોત, શું કહે છે નિયમો

 | 8:43 pm IST

સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કૉમ્પલેક્સમાં લાગેલી ભયંકર આગમાં લગભગ 20 વિદ્યાર્થીઓનાં મોત થયા છે અને અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે ખસડેવામાં આવ્યા છે. તો આ આગની ઘટના બાદ અનેક પ્રશ્નોએ ફરી માથું ઉંચક્યું છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી અને તંત્રને પહેલાથી જ જાણ હતી કે આ બિલ્ડિંગ જોખમી છે. જો કે નોટિસ આપ્યા બાદ કોઇ જ પગલા લેવામાં આવ્યા નહોતા, ત્યારે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ જગ્યા કોની છે? કૉમ્પલેક્સનો માલિક કોણ છે?

આગ લાવાની આવી ઘટનાઓ સમયે કઇ રીતે બચવું તે જાણવું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે દરેક બિલ્ડીગ- હોસ્પિટલ માટે નેશનલ બિલ્ડીંગ કોડ લાગુ કરવામાં આવ્યાં છે અને ફરજિયાતપણે પ્રિવેન્શન-પ્રોટેક્શન સીસ્ટમ નિયમોનું પાલન કરાવવામાં આવે છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-1976 મુજબનાં જીડીસીઆર અને નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડિયા-2005નાં પ્રમાણે ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેકશન સિસ્ટમ લગાવવી ફરજીયાત છે. આ ઉપરાંત

શું કહે છે નિયમો?

– બિલ્ડીગનાં ધાબા પર બાંધકામ થયેલુ ન હોવુ જોઈએ.
– ધાબુ એક દમ ખુલ્લુ હોવું જોઈએ જેથી આગ લાગે તો દર્દીને ઉપર ખસેડી શકાય.
– ધાબા પર જવાનાં રસ્તાને તાળા ન મારેલા હોવા જોઈએ.
– કોઈ પણ દરવાજો લોક-કી વાળો ન હોવો જોઈએ જેથી આગ લાગે અને ખોલી ન શકાય તેવુ ન હોવુ જોઈએ.
– પાર્કિંગનાં સ્થળે કોઈપણ જાતનું ઓપીડી, કાફેટેરિયા, રેસ્ટોરેન્ટ, કેન્ટીન, ડીસ્પેન્સરી,સ્ટોરેજ ન હોવુ જોઈએ.
– પાર્કિંગનો ઉપયોગ માત્ર વાહન પાર્કિંગ માટે જ થવો જોઈએ.
– પાર્કિંગનાં સ્થળે જ્વલ્લનશીલ પદાર્થ ન મુકવા જોઈએ જેથી આગ લાગવાની સંભાવના રહે.
– દરેક દાદરા અને મુખ્ય પેસેજ ખુલ્લા હોવા જોઈએ.
– કોમન પેસેજ પરનાં વેન્ટીલેશન ખુલ્લા હોવા જોઈએ જેથી આગ લાગે તો ધુમાડો આસાનીથી બહાર જઈ શકે.
– હોસ્પિટલનાં પેસેજમાં બે રૂમ સામ સામે હોય તો તેમાં સ્ટ્રેટર આસાનીથી અંદર જઈ શકે તેટલી જગ્યા હોવી જોઈએ.
– સ્ટ્રેચરની સાથે વ્યક્તિ લઈ જવા માટેની કુલ જગ્યા ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જોઈએ તો જ આગની ઘટનામાં દર્દીને સ્ટ્રેચરમાં આસાનીથી બહાર કાઢી શકાય.
– મુખ્ય પેસેજમાં કોઈ વસ્તુની આડશ ન મુકવી જોઈએ જેથી બહાર નીકળવામાં કોઈને તકલીફ ન થાય.
– નર્સિંગહોમ- હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ફરજીયાત હોવી જોઈએ.
– ફાયર સેફટી ચાલુ હાલતમાં રહે તે માટે તેનુ નિયમિત મેઈન્ટેન્સ કરાવવુ જરુરી છે.
– હોસ્પિટલનાં ધાબા કે અન્ય કૉમર્શિયલ બિલ્ડીંગનાં ધાબા અન્ય લોકોને ન વેચી શકાય તે જાહેર હિતમાં ખુલ્લા રાખવા ફરજીયાત છે.
– હોસ્પિટલનાં દરેક સ્ટાફને આગ લાગે તો શું કરવું તેની તાલીમ આપવી જરૂરી છે.
– ખુલ્લા વીજવાયરો ન હોવા જોઈ, જ્વલ્લનશીલ પદાર્થો, કેમિકલ પણ ખુલ્લુ ન રાખવુ જોઈએ.
– આગ લાગે તો ગુંગળામણ ન થાય તેની ખાસ તકેદારી રાખીને બારી-બારણા ખુલ્લા રાખવા જોઈએ.
– દર વર્ષે ફાયર વિભાગ પાસે ફાયર સેફ્ટીની ચકાસણી કરાવવી ફરજીયાત છે અને તેનુ સર્ટિફિકેટ જરૂરી છે.
– ટોટલ સ્કવેર મીટર એરિયા પ્રમાણે જરુરી સંખ્યામાં ફાયર સેફટી સિસ્ટમ ફીટ કરાવવી જરુરી છે.
– આગ લાગે ત્યારે ફાયરના તમામ વાહનો અંદર પ્રવેશી શકે તેટલા રસ્તા આજુબાજુ ખુલ્લા રાખવા ફરજીયાત છે. બિલ્ડીગની ચારે બાજુ.
– આગ ત્યારે મુખ્ય વીજ પ્રવાહ બંધ કરી દેવાય છે ત્યારે ફાયર બ્રિગેડની મુવમેન્ટ માટે અલગથી વિજપ્રવાહની વ્યવસ્થા રાખવી જોઈએ.

આ વિડીયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન