If animal seen in certain dream then it brings good luck
  • Home
  • Astrology
  • સપનામાં જો આ પ્રાણી દેખાય છે તો આવે છે અપાર સંપત્તિ

સપનામાં જો આ પ્રાણી દેખાય છે તો આવે છે અપાર સંપત્તિ

 | 9:54 pm IST

રાત્રે ઊંઘમાં સપના આવવા એ ભલે સામાન્ય વાત હોય પણ તેને વ્યક્તિના ભાગ્ય સાથે ગાઢ સંબંધ છે. સપના તો મોટેભાગે દરેક વ્યક્તિને આવતાં જ હોય છે પણ તેમાંથી કેટલાક સપના ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે સંકેત પણ કરે છે.  ઘણી વાર એવો અનુભવ પણ તમે કર્યો હશે કે સપનામાં જોવા મળેલી ઘટના હકીકતમાં પણ બની હોય. સપનાના આ સંકેતને સમજવા માટે જરૂરી છે કે તેના ફળાદેશની જાણ. તો જાણી લો વિવિધ સપનાના ફળકથન વિશે.

– સપનામાં હાથી દેખાઈ તો સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

– સપનામાં ઊંટ જોવા મળે તો ધન પ્રાપ્તિ થાય છે.

– સપનામાં બિલાડી જોવા મળે તો તે સમસ્યા આવવાનો સંકેત હોય છે.

– સપનામાં જો ભેંસ જોવા મળે તો તે નથી સારો સંકેત.

– સપનામાં જો ગાય જોવા મળે તો થાય છે લક્ષ્મી અને ઔલોકિક શક્તિની પ્રાપ્તિ

– સપનામાં સોના અથવા ચાંદીની વીંટી જોવા મળે તો કોઈ સુંદર સ્ત્રી મળવાનો સંકેત હોય શકે છે.

– પોતાની જાતને આકાશમાં ઉડતા જોવું પ્રગતિ અને લાંબી યાત્રાનો સંકેત છે.

– સપનામાં આકાશમાંથી નીચે પડવાનો અનુભવ થાય તો સંકટમાં પડવાનો સંકેત ગણાય છે.

– સપનામાં યુવતી પોતાના ઘરમાં જમતાં જોવા મળે તો લક્ષ્મી માતાની કૃપા થવાનો સંકેત છે.

– સપનામાં વરસાદ જોવા મળે તો ઘરમાં અનાજની ઊણપના સંકેત છે.