- Home
- Fashion & Beauty
- મહિલાઓને વારંવાર પ્રાઇવેટમાં આવે છે ખંજવાળ તો કરો આ ઘરગથ્થુ ઇલાજ, મળશે રાહત

મહિલાઓને વારંવાર પ્રાઇવેટમાં આવે છે ખંજવાળ તો કરો આ ઘરગથ્થુ ઇલાજ, મળશે રાહત

મહિલાઓ ઘણી વખત પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ એટલે કે યીસ્ટ ઇન્ફેકેશનથી પરેશાન રહે છે. જોકે આ વાત સામાન્ય છે. પરંતુ તેને નજરઅંદાજ કરવાથી સમસ્યા વધી શકે છે. ખંજવાળ એક પ્રકારની હોતી નથી પરંતુ તેના ઘણા કારણો હોય શકે છે. સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી, વધારે ખાંડનું સેવન, કમજોર રોગ પ્રતિકારક શક્તિ, સંબંધ બનાવતા સમયે સ્વચ્છતા ન રાખવી, તનાવ સાબુનો ઉપયોગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવી શકે છે. આ વસ્તુઓ યોનિના PH લેવલને ખરાબ કરી દે છે. જેનાથી ઇન્ફેક્શન વધી જાય છે જેથી તમે કેટલાક ઘરેલું ઉપાયથી રાહત મેળવી શકો છો.
ટી ટ્રી ઓઇલ
એક કપ પાણીમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને તેમા એક ચમચી જૈતુનનું તેલ મિક્સ કરી લો. આ મિશ્રણને પ્રાઇવેટ પાર્ટ પર લગાવી લો. દિવસમાં બે- ત્રણ વખતો તેનો ઉપયોગ કરવો જોઇએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલાઓએ તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
દહીં
દહીં કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરવા માટે બેસ્ટ છે. દહીંને ફેંટીને તેને રૂની મદદથી પ્રાઇવેટ પાર્ટ લગાવી લો. હવે એક કલાક બાદ નવશેકા પાણીથી સાફ કરી લો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દહીમાં મીઠું કે ખાંડ કઇ જ મિક્સ ન કરવું જોઇએ.
નારિયેળ તેલ
દિવસમાં ઓછામાં ઓછા 3-4 વખત નારિયેળ તેલને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી ખૂબ ફાયદો મળે છે. જેથી નારિયેળ તેલનો ઉપયોગ કરવો ખૂબ ફાયદો મળે છે સાથે ખંજવાળ અને ઇન્ફેક્શનની સમસ્યાથી છૂટકારો મળે છે.
આ પણ જુઓ : અપચા સહિતની સમસ્યાથી મળશે રાહત, આ રીતે કરો હીંગનું સેવન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન