If you also have a habit of masturbation, during adult intercourse this fact today
  • Home
  • Featured
  • તમને પણ હસ્તમૈથુનની આદત છે તો આજે જ જાણી લો આ હકીકત

તમને પણ હસ્તમૈથુનની આદત છે તો આજે જ જાણી લો આ હકીકત

 | 3:25 pm IST

દાયકાઓથી આ વાત પર ચર્ચા ચાલી રહી ઠે કે કિશોર છોકરાઓમાં વધારે હસ્તમૈથુન વ્યસ્કતામાં લિંગના આકારને ઓછું કરી શકે છે. કે નહીં. આવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે વધારે પ્રમાણમાં હસ્તમૈથુન લિંગના ઉતકને નુકસાન પહોંચાડે છે અને છોકરાની યુવાવસ્થાની સાથે લિંગને મોટું થવા દેતું નથી કેટલાક લોકો વયસ્ક પુરૂષો માટે પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરે છે. તે લોકો સલાહ પણ આપે છે કે વધારે હસ્તમૈથુન પુરૂષોના લિંગના આકારને ઓછું કરી શકે છે. પરંત વાસ્તવિકતા તેનાથી બિલકુલ અલગ છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો બન્નેની ચિંતા યોગ્ય છે.

હસ્તમૈથુનનો કોઇ હાનિકારક ખરાબ અસર નથી પરંતુ કેટલાક લોકો હસ્તમૈથુન કર્યા બાદ ખરાબ અનુભવ કરી શકે છે. કેટલાક લોકો તેમની સાંસ્કૃતિક, આધ્યાત્મિક કે ધાર્મિક માન્યતાઓ અને વિશ્વાસોના કારણે હસ્તમૈથુન કર્યા બાદ ગુનેગાર હોવાની ભાવના અનુભવે છે. કેટલાક લોકો એવું બોલતા સાંભળ્યા હશે કે હસ્તમૈથુન ગંદુ અને શરમજનક છે. એવા લોકોને સમજવા જોઇએ કે હસ્તમૈથુન ન તો ખોટુ છે અને ન તો અનૈતિક છે.

જો તમે હસ્તમૈથુન કર્યા બાદ ગુનેગરા બોધની ભાવના કે ખરાબ અનુભવો કરો છો તો કોઇ એવા વ્યક્તિ જેની પર તમે વિશ્વાસ કરો છો આ અંગે વાત કરો કે તમે આવો અનુભવ કરો છો તથા તમે કેવા ગુનેગાર સ્થિતિમાં આગળ વધી શકો છો. યૌન સ્વાસ્થ્યમાં વિશેષજ્ઞતા રાખનારા કોઇ સારા ચિકિસ્ત્કને મળવું યોગ્ય છે. જો આપણે નિષ્ણાંતોની માનીએ તો હસ્તમૈથુન પોતાની સંતુષ્ટિ અને સ્વાસ્થ્યને સારી બનાવવા માટે એક સ્વસ્થ, પ્રાકૃતિક અને સુરક્ષિત રીત છે. હસ્તમૈથુન કરવાથી તમારી મગજને અને શરરીને અનેક ફાયદા થઇ શકે છે. હસ્તમૈથુન કરવાથી ન તો તમારું લિંગ સંકોચાય છે અને ન તો નાનું થાય છે. જેથી કોઇ ગુના કે શરમ યૌન સુખ લેવા માટે આ ક્રિયા અંગે સારો અનુભવ કરો અને આનંદ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન