if-you-also-play-pubg-on-mobileif-you-also-play-pubg-on-mobileif-you-also
  • Home
  • Featured
  • જો તમે પણ રમો છો મોબાઇલમાં PUBG, તો જરૂર વાંચો

જો તમે પણ રમો છો મોબાઇલમાં PUBG, તો જરૂર વાંચો

 | 1:57 am IST

PUBG મોબાઇલ પ્લેયર્સ અને PC Emulatorમાં પ્લેયર્સ સાથે એકસાથે રમવાની પરવાનગી આપે છે, જેના કારણે ઘણા મોબાઇલ પ્લેયર્સ માટે આ વાત મુશ્કેલી બની રહી છે.

PUBGમોબાઇલ વિશ્વભરમાં વિખ્યાત છે.  ભારતમાં પણ તેનો ક્રેઝ વધારે જોવા મળ્યો છે. આ ગેમને પ્રથમ PCમાટે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ કંપનીએ મોબાઇલ પ્લેયર્સ માટે ગેમ લોન્ચ કરી દીધી હતી.

જો કે, પ્લેયર્સ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તે લોકપ્રિય હોવાને કારણે ચીટિંગ કરવા વાળાની સંખ્યા પણ વધતી રહી છે. જેને રોકવા માટે કંપની ઘણા પ્રયાસો કરી રહી છે. તેમાંથી એક ઉદાહરણ એ છે કે કંપનીએ હાલમાં નવી અપડેટ દ્વારા એન્ટિ-ચીટ સિસ્ટમ અપડેટ કરી હતી. તે ઉપરાંત, કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં 13 મિલિયન પ્લેયર્સને ચીટિંગ કરવા પર એકાઉન્ટ બૈન કર્યા હતા.

ચીટિંગ વિશે વાત કરીએ તો આજકાલ મોબાઇલ પ્લેયર્સમાં સૌથી મોટી સમસ્યા બની રહી છે, કારણ કે કેટલાક પ્લેયર્સ તેમના PCમાં Emulatorsનો ઉપયોગ કરી મોબાઈલ પ્લેયર્સ સાથે રમવુ ખુબ સરળ બની જાય છે. જે મોબાઈલ પ્લેયર્સ માટે મુશ્કેલ હોય છે. જેના કારણે Tencent Gamesએ થર્ડ પાર્ટી Emulator દ્વારા થવા વાળી ચીટિંગથી પ્લેયર્સને બચાવવા Tencent Gamesને પોતાનુ Emulator બનાવવું જરૂરી બન્યુ. કંપનીએ Emulatorને મે મહિનામાં લોન્ચ કર્યુ હતું. કંપનીએ કહ્યું કે, મેચમાં રમનારા પ્લેયર્સ ફક્ત Emulatorમાં રમનારા પ્લેયર્સ સાથે જ મેચ કરી શકશે.

Tencent Gamesએ એક ટ્વીટ દ્વારા જણાવ્યુ કે, જો ટીમમાં કોઈ ખેલાડી Emulatorદ્વારા રમી રહ્યા હોય તો તે ટીમ સંપૂર્ણ Emulator પ્લેયર્સની જ ટીમ હશે.