If you are burnt by firecrackers, do not make these mistakes follow home remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ફટાકડાથી દાઝી ગયા છો તો ન કરશો આ ભૂલો, તરત જ કરો આ દેશી ઇલાજ

ફટાકડાથી દાઝી ગયા છો તો ન કરશો આ ભૂલો, તરત જ કરો આ દેશી ઇલાજ

 | 12:22 pm IST
  • Share

દિવાળીએ ખુશી અને દીવાનો તહેવાર છે. આ દિવસે દરેક જગ્યાએ લાઈટો જોવા મળે છે. પરંતુ કેટલીકવાર ફટાકડા અથવા ફટાકડા સળગાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકો માટે તે દુ:ખદાયક પણ બને છે. હાનિકારક રસાયણોથી ભરેલા ફટાકડા સળગાવવાથી પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન થાય છે, તેમજ તેમાંથી નીકળતી ઝડપી આગ અને પ્રકાશ ઘણીવાર લોકોને દાઝી પણ જાય છે. ફટાકડા ફોડતા સમયે ઘણી વખત લોકો તેને સામાન્ય માને છે અને ભૂલો કરે છે. ફટાકડાથી દાઝી જવા પર ક્યારેય તેને નજર અંદાજ કરતા નહીં. પરંતુ તેનો ઇલાજ કરો. કેટલાક સહેલા ઘરેલું ઉપાય કરો. તો આવો જોઇએ ફટાકડા ફોડતા સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

– ફટાકડાથી દાઝી ગયા બાદ ખાસ કરીને લોકો બરફનો ઉપયોગ કરે છે. પરંતુ તે બિલકુલ પણ યોગ્ય નથી. તેનાથી બલ્ડ ક્લોટ થઇ જાય છે જેથી લોહીના ભ્રમણ પર અસર થાય છે. એવામાં બરફના ઉપયોગથી બચવું જોઇએ.

– જો ત્વચા પર ફોલ્લા પડી ગયા છે તો તેને ફોડશો નહીં. આમ કરવથી દાઝી ગયેલા ભાગમાં ઇન્ફેક્શન થવાનો ખતરો અતિશય વધી જાય છે.

– રૂ કે કોટનના ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઇએ કારણકે રૂ દાઝી ગયેલા ભાગ પર ચોંટી શકે છે. જેથી બળતરા ઓછી થવાની જગ્યાએ વધી જાય છે.

– ગંભીર રીતે દાઝી ગયા બાદ પીડિતને પાણીની જગ્યાએ ઓઆરએસ આપો. આ સમયે પાણી પીડિતની શ્વાસની નળીમાં ફસાઇ શકે છે.

– ગંભીર રીતે દાઝી જવા પર જો કપડા ત્વચાછી ચોંટી જાય તો તેને અલગ ન કરો અને તરત જ હોસ્પિટલ લઇ જાઓ. જે મોટી ઇજા થઇ શકે છે અને ઇન્ફેક્શન પણ ફેલાઇ શકે છે.

ઘરેલું ઉપચાર

પાણીનો ઉપયોગ

ફટાકડા કે કોઇ જ્વલનશીલ પદાર્થથી દાઝી જવા પર તરત દાઝી ગયેલા અંગ પર ઠંડુ પાણી નાખો જો હાથ કે પગમાં દાઝી ગયા છો તો ઠંડા પાણીમાં થોડીક વાર પગને દુબાડીને રાખો તે બાદ જલદી જ ડોક્ટરથી સંપર્ક કરો.

નારિયેળનું તેલ

ફટાકડાથી થનારી બળતરા ત્વચા પર ભલે ઓછી દેખાય પરંતુ તે ખૂબ ગંભીર હોય છે. દાઝી ગયા હોવ તે ભાગ પર નારિયેળ તેલ લગાવવાથી ફાયદો થાય છે. નારિયેળ તેલ બળતરાની સમસ્યાથી રાહત આપે છે. જો કોઇ વ્યક્તિ વધારે દાઝી ગયું છે તો નારિયેળ તેલ લગાવ્યા બાદ તરત ડોક્ટરથી સંપર્ક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન