If you are in the habit of staying at 1-2 pm, there will be serious illness
  • Home
  • Featured
  • રાતના 1-2 વાગ્યા સુધી જાગવાની આદત છે તો ખાસ વાંચજો, થશે ગંભીર બીમારી

રાતના 1-2 વાગ્યા સુધી જાગવાની આદત છે તો ખાસ વાંચજો, થશે ગંભીર બીમારી

 | 8:18 am IST

શુ તમને પણ મોડી રાત સુધી જાગવાની આદત છે? શુ તમે પણ મોડી રાત સુધી મોબાઇલ પર ટીવી કે વેબસીરીજ જોતા રહો છો. તો તમને જણાવી દઇએ કે એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે મોડી રાત સુધી જાગનારા લોકોને ડાયાબિટીસ અને હૃદયને લગતી બીમારીનો ખતરો રહે છે. તેનો ખુલાસો હાલના એક અભ્યાસમાં થયો છે. મોડી રાત સુધી જાગનારાઓનું રૂટીન ખરાબ થઇ જાય છે.

ઉંઘ ના આવવાના કારણથી એવા લોકો ડિપ્રેશનનો શિકાર પણ થઇ શકે છે. મોડી રાત સુધી જાગવાથી ખાણી-પીણીનું રુટીન પણ બિલકુલ ખરાબ થઇ જાય છે. જેને લઇને તમારુ શરીર વધવા લાગે છે. જો આવું તમારા પરિવારમાં કોઇ કરી રહ્યું છે કે તમને મોડી રાત સુધી જાગવાની આદત છે તો આજે જ સાવધાન થઇ જાઓ.

વ્યક્તિના શરીર 24 કલાકના હિસાબથી ચાલે છે. આપણે ક્યારે ખાવું જોઇએ, ક્યારે સૂવુ જોઇએ અને ક્યારે જાગવું જોઇએ આ દરેક આપણા ઑર્ગન નક્કી કરે છે. એવામાં જો તમારા શરીરને યોગ્ય સમયે ખાવા કે આરામ નહીં આપો તો આગળ જતા શરીરને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શોધકર્તાઓ અનુસાર મોડી રાત સુધી જાગનારા લોકો વધારે અનહેલ્ધી ડાયેટનું સેવન કરે છે. આ લોકોમાં દારૂ, ગળી વસ્તુ, ચા અને કોફી પીવાની આદત હોય છે. જ્યારે યોગ્ય સમય પર સૂઇ જનારા લોકો એવું બિલકુલ કરતા નથી. તેમણે યોગ્ય સમયે ભૂખ લાગે છે અને તે લોકોને જલદી કોઇ વસ્તુની આદત પડતી નથી.

જે લોકો યોગ્ય સમયે સૂતા નથી તે લોકો યોગ્ય સમય પર ઉઠી શકતા પણ નથી. જેથી તેમનો આખો દિવસ પણ ખરાબ થઇ જાય છે. આવા લોકોને ઉંમરથી પહેલા ડાયાબિટીસ જેવી બીમારી થઇ શકે છે. તે સિવાય પણ અન્ય ઘણી ગંભીર બીમારીઓ થવાની આશંકા રહે છે. મોડી રાત સુધી જાગનારા સવારે વહેલા ઉઠતા નથી અને યોગ્ય સમયે નાસ્તો પણ કરી શખતા નથી. જેના કારણે તેમની દિનચર્યા ખરાબ થઇ જાય છે.

જે લોકો મોડી રાતે સૂઇ જાય છે અને સવારે મોડા ઉઠે છે. તેની અસર તેમના મગજ અને હોર્મોન પર પણ પડે છે. અભ્યાસમાં જણાવ્યું છે કે આવા લોકોના મગજમાં વ્હાઇટ મેટર વધારે ખરાબ સ્થિતીમાં હોય છે. વિશેષ રીતે મગજના તે ભાગમાં હોય છે. જ્યાંથી દુ:ખના ભાવ ઉત્પન્ન થાય છે અને આવા લોકો તણાવમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન