શેર માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો આ 7 વાતો ક્યારેય ન ભૂલશો - Sandesh
  • Home
  • Business
  • શેર માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો આ 7 વાતો ક્યારેય ન ભૂલશો

શેર માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો આ 7 વાતો ક્યારેય ન ભૂલશો

 | 4:48 pm IST

ભારતમાં રોકાણકારો આજે વધું મેચ્યોર બન્યા છે. તે તેજી મંદીના આંચકા પચાવીને લોંગ ટર્મ બેનિફિટ મેળવતા થયા છે. આમછતાં આજે પણ એવા કેટલાંક લોકો છે જે શેર માર્કેટમાં રોકાણ કરતા ડરે છે, જો તમે શેર માર્કેટમાં વ્યવસ્થિત રીતે રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા પૈસાનો સૌથી યોગ્ય અને સુરક્ષિત વળતર મળે સૌથી ઈચ્છવા યોગ્ય સ્થિતિ છે. ભારતમાં જે લોકો પૈસા રોકે છે તેમની સંખ્યા માત્ર 2.5 % જેટલી છે. તેમ છતાંય ભારતનું અર્થતંત્ર દુનિયાનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે. કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ, તમે જાણી લો અહિં..

ઈક્વિટીમાં ટ્રેડિંગ એ કોઈ રમત વાત નથી, તેમાં વ્યક્તિ સમયની સાથે શીખે છે, અને ફાયદો મેળવે છે. શેરમાં રોકાણ કરતા પહેલાં દરેક રોકાણકારના મનમાં સવાલ હોય છે કે ક્યાં રોકાણ કરવું, કેવી રીતે કરવું રોકાણ કર્યા બાદ નિષ્ફળતા નહીં થાય ને. તો આજે અમે તમારા આ તમામ સવાલોનો જવાબ આપીશું.

1. સમયાંતરે કરો રોકાણ શેર માર્કેટમાં સ્ટોકની કિમતો ઉપર નીચે થવી નવી વાત નથી.

2. પોતાની બચતનું રોકાણ ન કરો સ્ટોક માર્કેટ રિસ્ક માટે જાણીતું છે, અહીં તમારે ક્યારેક રોકાણ કરેલી રકમ ગુમાવવાનો પણ વારો આવે છે. એટલા માટે જ સ્ટોક માર્કેટમાં ત્યારે જ રોકાણ કરો જ્યારે તમારી પાસે બચત સિવાયના પણ પૈસા હોય. જેથી નુક્સાન થાય તો પણ તમે ભોગવી શકો.

3. આવા નુક્સાનથી બચવા માટે તમે SIP એટલે કે સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરી શકો છો. તેમાં સમયાંતરે રોકાણ કરવાનું હોય છે. એટલું જ નહીં SIPમાં જોખમ નહિવત હોય છે, અને વળતર પણ સારુ મળે છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ પણ એક વિકલ્પ છે.

4. જોખમ અને પૈસા સાવધાની પૂર્વક મેનેજ કરો. બજાર વિશે થોડી આગોતરી માહિતી બેહદ જરૂરી છે. આ ઉપરાંત શેર માર્કેટને અસર કર્તા પરિબળો પણ ધ્યાનમાં હોય તો તેનો વધું ફાયદો ઉઠાવી શકાય છે. તમે બજારમાં થતા પરિવર્તનને નિયંત્રિત નથી કરી શખ્તા, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ સામે ચોક્કસ સમયે ખરીદ વેચાણ કરીને નાણાંકિય લાભ જરૂર મેળવી શકો છો. જ્યારે કોઈ આક્સમિક પરિબળોને કારણે કે તમારી ધારણાથી વિપરિત સ્થિતિ ઉદભવે ત્યારે એટલે સુધી કે તમારી પાસે સારી વેપારની સૂજ હોવા છતાં સ્થિતિ અપેક્ષાથી વિમુખ જતી જોવા મળે ત્યારે તમારે તરત જ સ્ટોપલોસનો ઉપયોગ કરો. તે તમારા નુકસાનને આગળ વધતું અટકાવશે.

5. જુદા જુદા સ્ટોકમાં કરો રોકાણ તમારી બધી જ રકમ એક જ સ્ટોકમાં ન લગાવો. સ્ટોકના જુદા જુદા પોર્ટફોલિયો બનાવો, જેના કારણે તમારું જોખમ ઘટી જશે. જો કેટલાંક સ્ટોક સારું પ્રદર્શન નહીં કરે તો પણ તમે નુક્સાન અટકાવી શક્શો. આ ઉપરાંત વિવિધીકરણથી બચવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા સુધી સ્ટોકની સંખ્યામાં વધારાના ગુણોત્તરથી જોખમને વિવિધતામાં બદલવામાં મદદ કરે છે, પરંતુ કેટલાંક નિશ્ચિત સ્ટોક સિવાય તમારા રોકાણને યોગ્ય સમયે યોગ્ય વિકાસ નથી મળતો.

6. લોંગ ટર્મ માટે રોકાણ કરો. જો તમે શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતા હોય, પરંતુ વધુ મુશ્કેલી ન ઈચ્છતા હો, તો લાંબા સમય માટે રોકાણ કરવું જ યોગ્ય છે. કારણ કે રોકાણ જેટલું લાંબુ હશે, તેટલુ જ જોખમ ઓછું હશે.

7. કંપની વિશે બરાબર જાણી લો. શેરમાં રોકાણ કરતાં પહેલાં કંપની વિશે પૂરતી માહિતી અનિવાર્ય છે. કંપનીની બેલેન્સ શીટ અને કંપનીઓના પરિણામો અને કંપનીનું ભાવિ કેવું છે તે વિશે વિગતવાર માહિતી મેળવો. તે વાંચતા સમજતા શીખો. કંપની પર નજર રાખો, જો વિકાસ નબળો હોય, કે મોંઘવારી દર વધુ હોય, તો મોટી કંપનીઓ પર નજર રાખો. કારણ કે નાની કંપનીઓની સરખામણીમાં મોટી કંપનીના શેર સારી સ્થિતિમાં હોય છે. સાથે જ બજાર જો નબળું ચાલી રહ્યું હોય તો મોટી કંપનીઓમાં જ ધ્યાન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન