If You are Looking to Buy Home Modi Government Will Help You
  • Home
  • Business
  • ઘર ખરીદવાનાં સપના જોતા લોકોને આ રીતે મદદ કરશે મોદી સરકાર

ઘર ખરીદવાનાં સપના જોતા લોકોને આ રીતે મદદ કરશે મોદી સરકાર

 | 12:43 pm IST

ઘર ખરીદદારો માટે મોટી ખુશખબર છે. હવે તેમને પોતાનું ઘર મળી જશે. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સની પુરા થવાની સંભાવના વધી ગઇ છે, કેમ કે હવે બિલ્ડર નહી પરંતુ કેટલીક કંપનીઓ મળીને તમારા ઘરને પૂર્ણ કરશે અને જલદીથી જલદી પજેશન આપશે. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે બેંક લૉન આપવા માટે તૈયાર થઇ ગઇ છે. બેંક એવા પ્રોજેક્ટ્સને લોન આપશે જે પૈસા ના હોવાનાં કારણે નિર્માણ કાર્ય પૂર્ણ ના કરી શક્યા અને જે 60-70 ટકા પૂર્ણ થઇ ગયા હોય.

અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારી કંપનીઓ પર રહેશે. બેંક ફક્ત આ પ્રોજેક્ટસ માટે લોન આપશે. પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાની અને પૂર્ણ કરવાની જવાબદારી NBCC અથવા અન્ય સરકારી કંપનીઓ પર હશે. આ કંપનીઓ આ માટે પ્લાન બનાવશે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી પણ લેશે.

ગત અઠવાડીયે નાણા મંત્રાલયે આ સંબંધમાં બેઠક કરી હતી. આ બેઠકમાં રિયલ એસ્ટેટ કંપનીઓનાં પ્રતિનિધિ અને નીતિ આયોગનાં અધિકારીઓ સામેલ થયા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે NBCCને આ પ્રોજેક્ટ્સની લિસ્ટ બનાવવાની જવાબદારી આપી છે. આ ઉપરાંત નાણા મંત્રાલયે લોન રિકવરીનો પ્લાન પણ બનાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન