If you are not sitting or lying down incorrectly, know then the right way
  • Home
  • Health & Fitness
  • જો જો તમે પણ ખોટી રીતે બેસતા કે સૂતા નથી ને, ન જાણતા હોય તો જાણો સાચી રીત

જો જો તમે પણ ખોટી રીતે બેસતા કે સૂતા નથી ને, ન જાણતા હોય તો જાણો સાચી રીત

 | 5:44 pm IST

કામ કરતા લોકો ખાસ કરીને ઑફિસમાં જૉબ કરનાર લોકોને કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે. તમે ખુરશી પર સાચી પોજીશનમાં બેસવાની રીત જરૂર ખબર હોવી જોઈએ.

ખુરશી પર બેસતા સમયે સીધા બેસો અને પગને ધરતી પર રાખવા. ઘણા લોકો ઉંચી ખુરશી પર બેસે છે અને તેમના પગ હવામાં લટકે છે. જેથી કમરના હાડકા પર દબાણ પડતુ હોય છે.  જેના કારણે ધૂંટણ અને પગમાં દુખાવો શરૂ થઈ જાય છે.

હંમેશા ખુરશીને તમારી હાઈટ મુજબ એડજસ્ટ કરીને બેસવું. ખુરશી પર ક્યારે આગળને તરફ વળીને ન બેસવું. તમારો પૂરો વજન ખુરશીના પાછલા ભાગ પર જોડીને રાખવો. ગરદનને વધારે પરેશાની ન થાય તે માટે ફેસ કોમ્પ્યુટરની સામે રાખવું. કામના સમયે પગને ક્રોસ કરીને બેસવું પણ સાચું નથી. કારણ કે પગને ક્રોસ કરીને બેસવાથી પેરોનૉલ નસ દબાઈ જવાનો ડર રહે છે.

આ વીડિયો પણ જુઓ: છોટા ઉદેપુરમાં અધિકારીઓએ મંત્રીને બનાવ્યા મુર્ખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન