If you are worried about migraine and headache every day, Relief pain
  • Home
  • Featured
  • રોજના માથાના દુખાવાથી પરેશાન છો તો કરો આ 1 આસન

રોજના માથાના દુખાવાથી પરેશાન છો તો કરો આ 1 આસન

 | 9:37 am IST

વધારે પડતો માથાનો દુખાવો, માંશપેશીઓમાં તણાવના કારણે થાય છે. માનસિક દબાણ વધવાથી માથાનો દુખાવો થવા લાગે છે. તેના ઘણા કારણ હોય શકે છે. જો તમે આ વારંવાર થતા માથાના દુખાવાથી પરેશાન છે તો તેનાથી બચવા માટે યોગની મદદથી ઘરે જ તેનો ઇલાજ સંભવ છે. માથાના દુખાવાથી બચવા માટે એકપા શીર્ષાસન કરો. જો તમે રોજ આ આસન કરશો તો છૂટકારો મળી શકે છે.

કેમ થાય છે માથાનો દુખાવો

સતત કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાથી આ સમસ્યા થાય છે. એવામાં આપણે વારંવાર દવાઓનું સેવન કરતા રહીએ છીએ. જે યોગ્ય નથી. ઘણી વખત તેની પાછળનું કારણ વધારે પડતો તણાવ અને આંખોની કમજોરી પણ હોય શકે છે. આ આસન નિયમિત રીતે કરવાથી માથાનો દુખાવો દૂર કરવામાં ખૂબ ઉપયોગી થાય છે. તે માનસિક તણાવ અને આળસને દૂર કરે છે.

આસન કરવાની રીત

એક જગ્યા પર એક આસનન પાથરી દો અને પંજા પર બેસી જાઓ, માથાની નીચે તકિયા કે કુશન રાખીને, માથાને ઝુકાવીને જમીન રાખો. બન્ને હાથની કોણીઓને વાળીને માથાને જમીન પર રાખો, તે બાદ હાથના બળને સ્થિર કરો. પગ ઉપરની તરફ સીધા કરો, ડાબા પગને ઘુંટણની વાળેન જમણા પગના સાથળથી અડાવો. આ આસનની પૂર્ણ અવસ્થા છે.

સાવધાની

– આ આસનને કોઇ યોગ પ્રશિક્ષકની દેખરેખમાં કરો.
– પીરિયડ્સમાં આ આસન ન કરવું જોઇએ.
– હાઇ બીપી કે ચક્કર આવવાની સમસ્યામાં પણ આ આસન ન કરવું જોઇએ.
– જો ગરદનમાં કોઇપણ સમસ્યા છે તો આ આસનને કરવાથી દૂર રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન