પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો તો ટ્રાય કરો આયુર્વેદિક નુસખા - Sandesh
  • Home
  • Featured
  • પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો તો ટ્રાય કરો આયુર્વેદિક નુસખા

પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો તો ટ્રાય કરો આયુર્વેદિક નુસખા

 | 12:45 pm IST

પેટ ફુલી જવાને અંગ્રેજીમાં ટમી બ્લોટિંગના નામથી ઓળખવામાં આવે છે. પેટમાં રોજ ગેસ અને એસિડ બની જવાથી તે ધીમે-ધીમે ફુલવા લાગે છે. જ્યારે આપણે કેટલીક એવી વસ્તુઓ ખાઇ લઇએ છીએ, તેમજ સમયસર નથી ખાતા તો પેટના ગેસને અંદર જ રોકે છે અને બહાર નીકળવા દેતા નથી. ત્યારે બ્લોટિંગ કે પેટ ફુલવાની સમસ્યા થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે ખાસ કરીને દવાઓ અને કસરતનો સહારો લો છો. જોકે પેટ ફુલવું વજન વધવાની નિશાની નથી. પરંતુ તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જેથી આજે અમે તમારા માટે કેટલીક ઘરેલું વસ્તુઓ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

લસણ
જ્યારે લાગે કે તમારું પેટ ફુલવા લાગે છે.દુખાવો થઇ રહ્યો છે અને ગેસ નીકળવામાં પણ સમસ્યા થઇ રહી છે તો તમે આહારમાં લસણને સામેલ કરો અને ધીમે-ધીમે લસણનું પ્રમાણ વધારી દો. જે તમારી પાચન શક્તિને વધારશે અને આંતરડામાં ફસાઇ ગયેલા બેક્ટેરિયાને બહાર નીકાળશે.

કેળા
કેળા ફાઇબરનો સારો સ્ત્રોત હોય છે. જે કબજિયાતથી જોડાયેલી તેમજ પેટ ફુલવાની સમસ્યાનો ઉપચાર કરે છે.

ફુદીનો
પેટની ગેસને સ્વચ્છ કરવા માટે બેસ્ટ ઇલાજ ફુદીનો છે. તેને તમે ચા બનાવતા સમયે ઉપયોગ કરી શકો છો. ફુદીનાની ચા સવાર-સાંજ પીવાથી આ સમસ્યાથી તમને આરામ મળી શકે છે.

વરિયાળી
100 ગ્રામ વરિયાળીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેને એક શીશીમાં ભરીને રાખો. આ વરિયાળીને ભોજન પછી ખાઓ. તેનાથી તમારી પાચન શક્તિ તેજ થશે અને સાથે જ તમારા પેટનો ભાર ઓછો થશે તેમજ પેટનો ગેસ પણ બહાર નીકળી જશે.

આદુ
આદુ એક ખાદ્ય સામગ્રી છે. જે પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓનો એક માત્ર ઇલાજ છે. તેને ચામાં ઉમેરીને ઉકાળીને પી શકો ચો. તે સિવાય કેટલીક એવી વાનગીઓમાં પણ તમે તેને પીસીને ઉપયોગ કરી શકો છો. જેનાથી પેટ ફુલવાની સમસ્યાનો અંત આવી શકે છે.