If you are worried about wear backlaces then make the back like this
  • Home
  • Fashion & Beauty
  • પીઠ નહીં પડે કાળી, પહેરી શકાશે હવે બેકલેસ બ્લાઉઝ,કરો આ સહેલા ઉપાય

પીઠ નહીં પડે કાળી, પહેરી શકાશે હવે બેકલેસ બ્લાઉઝ,કરો આ સહેલા ઉપાય

 | 3:01 pm IST

ગરમીના કારણે કેટલીક વખત ત્વચામાં બળતરા થવા લાગે છે. પરંતુ એવું નથી કે તમે તેનો ઇલાજ ન કરી શકો. એવામાં કેટલીક વખત મહિલાઓ બેકલેસ બ્લાઉઝ પહેરે છે. પરંતુ ગરમીના કારણે સ્કિન ટેનની સમસ્યા વધી જાય છે અને જેના કારણથી તમારી પીઠ પણ કાળી પડી જાય છે. જેના કારણે મહિલાઓ ફેશનેબલ બ્લાઉઝ પહેરવાથી શરમ અનુભવે છે. તો આજે અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ.

– લીંબુના રસમાં થોડૂંક જૈતુનનું તેલ અને ગ્લિસરીને મિક્સ કરીને પીઠની ત્વચા પર ઉપયોગ કરો જેને અઠવાડિયામાં 1-2 વખત કરવાથી તમારી ત્વચા માટે ફાયદાકારક હશે. તમારી પીઠને આકર્ષક અને સુંદર દેખાવવા લાગશે. આમ કરવાથી ન માત્ર પીઠ સાફ થશે પરંતુ પીઠ ચમકદાર પણ બનશે.

– બદામના તેલને ગરમ કરી લો અને આ તેલથી પીઠની માલિશ કરો. આમ કરવાથી પીઠની કાળાશ દૂર થશે પરંતુ સેલ્સમાં લોહીનું ભ્રમણ યોગ્ય રીતે થવા લાગશે અને તમારી પીઠમાં ચમક આવવાની સાથે ગોરી પણ થશે.

– નારંગીના પાવડરને દૂધમાં મિક્સ કરીને પીઠ પર લગાવવાથી પીઠ પરના ડાઘ-ધબ્બા દૂર કરી શકો છો. જેનાથી પીઠ પરની ચમકમાં વધારો થશે.

– એલોવેરા જેલ પણ તમારી પીઠની ચમકને વધારી શકે છે. તમારી પીઠ પર એલોવેરા જેલ લગાવીને થોડીક વાર રાખી મૂકો અને બાદમાં તેને પાણીથી ધોઇ લો. આમ કરવાથી પીઠ પરના ડાઘ દૂર થશે અને ત્વચા ચમકદાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન