If you can't go to Shirdi Sai Baba's Darshan in Ahmedabad, troubles will come to an end
  • Home
  • Featured
  • શિરડી નથી જઇ શકતા તો અમદાવાદમાં કરો સાંઇબાબાના દર્શન, કષ્ટોનો આવશે અંત

શિરડી નથી જઇ શકતા તો અમદાવાદમાં કરો સાંઇબાબાના દર્શન, કષ્ટોનો આવશે અંત

 | 8:26 am IST

શ્રદ્ધા સબુરી સાઇ બાબાની સાથે જોડાયેલી આસ્થા સમક્ષ આજે તમામ દુનિયા નતમસ્તક છે..ભક્તોને વિશ્વાસ છે કે જે પણ કોઇ સાંઇ બાબા પર શ્રદ્ધા રાખે છે તેમનો બેડો શ્રી સાંઇ પાર કરી દે છે..આવા કલ્યાણ કારી દેવનું શિરડી ધામ તમામ લોકોની આસ્થાનું કેન્દ્ર છે…પરંતુ જે ભક્તો શિરડી નથી જઇ શકતા તેમના જીવનના કલ્યાણ માટે અમદાવાદના સિટીએમ વિસ્તારમાં પણ શ્રી સાઇનું પવિત્ર સ્થાનક આવેલુ છે..આવો કરીએ શ્રદ્ધા સબુરી શ્રી સાઇ બાબાના દર્શન..

શ્રદ્ધા સબુરી શ્રી સાંઇ બાબા…અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક અવધુત યોગી શ્રી સાંઇ બાબા કરોડો શ્રધ્ધાળુઓ થકી પુજાતા દેવ છે…શ્રદ્ધા અને સબૂરી તથા સબકા માલિક એક એવા સુત્રો દ્વારા તેમણે તેમના ભક્તોને ઉપદેશ આપો અને સમગ્ર જીવન સાદગીથી પસાર કરીને લોકકલ્યાણના જ કાર્યો કર્યા..સનાતન ધર્મમાં સાંઇ બાબાને કોઇ દત્તાત્રેયનો અવતાર કહે છે તો કોઇ તેમને સ્વયં સદાશિવનો અવતાર માને છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન