જો તમે ખુદ સાથે સંવાદ કરશો, તો તમને જાણવા મળશે કે તમે શા માટે કોઈ પર આધારીત છો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • જો તમે ખુદ સાથે સંવાદ કરશો, તો તમને જાણવા મળશે કે તમે શા માટે કોઈ પર આધારીત છો

જો તમે ખુદ સાથે સંવાદ કરશો, તો તમને જાણવા મળશે કે તમે શા માટે કોઈ પર આધારીત છો

 | 6:20 pm IST
  • Share

મારે માટે એકમાત્ર જાણવું એ જ બાબત છે. કોઈપણ વસ્તુને તે ખોટી છે કે સાચી તે તત્ક્ષણ જોવી. જે ખોટું છે અને જે સાચું છે તેને તરત જાણવું એ મહત્ત્વનું પરિબળ છે, નહીં કે બુદ્ધિ. બુદ્ધિનો આધાર તેની હોશિયારી (લુચ્ચાઈ), તેના જ્ઞાન અને તેણે કરેલા નિર્ધાર ઉપર છે. તમારી સાથે પણ એવું ક્યારેક બન્યું હશે કે તમને કોઈ બાબતનું સત્ય તરત જ સમજાઈ ગયું હોય.

જેમ કે, સત્ય કે તમે કોઈ પર આધારિત હોઈ ન શકો, એ તત્ક્ષણ સમજ છે. કોઈ બાબતનું સત્ય તરત સમજવું, પૃથક્કરણ કર્યા વગર, કારણો દર્શાવ્યા વગર, આ બૌદ્ધિક તારણો સમજની પ્રક્રિયાને ટાળે છે. આ સ્વસ્ફુરણાથી તદ્દન જુદી જ બાબત છે. તે તો એવો શબ્દ છે કે જેનો આપણે છૂટથી અને સહેલાઈથી ઉપયોગ કરીએ છીએ.

મારે માટે એકમાત્ર પ્રત્યક્ષપણે સમજવું એ બાબત છે તર્ક, ગણતરી કે વિશ્લેષણ નહીં, તમારામાં વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ; તર્ક કરવા માટે તમારી પાસે સારું, કુશાગ્ર મન હોવું જોઈએ; પરંતુ જે મન તર્ક અને વિશ્લેષણ કરવા માટે મર્યાદિત હોય તેવું મન સત્યને તરત જ સમજવા માટે અસમર્થ છે, કારણ કે ઘણી વાર મર્યાદિત મન એ જ રીતે મર્યાદિત તર્ક લગાવતું હોય છે, પરિણામ એ આવે છે, તે તર્કથી માણસ દલીલ કરે તે હિતકર નથી હોતું. બુદ્ધિશાળી વ્યક્તિ એ ખોટી દલીલને સમજે છે, તેને અવગણવાનો પ્રયત્ન કરે છે,

પણ જ્યારે તે જાણી જાય કે અહીં દલીલને અવગણવાથી કે સામે સાચી દલીલ કરવાથી કોઇ જ ફેર નથી પડવાનો, ઊલટાની તકલીફ આપણને જ થશે, ત્યારે તે વ્યક્તિ ખોટો તર્ક લગાવનાર સાથે દલીલ કરવાનું છોડી દે છે, તેને જીતવા દે છે, પણ આ જીત ખરી જીત નથી હોતી, લાંબાગાળે મર્યાદિત સમજ ધરાવનારને એ સમજાઇ જાય છે કે તે દિવસે આપણે જે દલીલ કરી રહ્યાં હતા, આપણે જેના કારણે અમુક સંબંધ બગાડયા તે ખોટા હતા. આપણે એવું કરવાની જરૂર નહોતી. આ વાત જ્યારે સમજાય છે ત્યારે મોટેભાગે ઘણું જ મોડું થઇ ગયું હોય છે, પરિણામે આપણી કરેલી ભૂલને સુધારવાનો મોકો આપણી પાસેથી જતો રહ્યો હોય છે.

જો તમે ખુદ સાથે સંવાદ કરશો, તો તમને જાણવા મળશે કે તમે શા માટે કોઈ વસ્તુ ઉપર આધાર રાખો છો, શા માટે તમે ખુદ પ્રત્યે વચનબદ્ધ થાઓ છો અને જો તમે વધારે આગળ જશો તો તમે જોશો કે આ ગુલામી, આ સ્વતંત્રતા ઉપરનો કાપ, માનવગૌરવનો અભાવ વચનબદ્ધતાનો લીધે લદાઈ જાય છે. જ્યારે તમે આ બધું તરત જાણો છો, તત્ક્ષણ જાણો છો, ત્યારે તમે મુક્ત થઈ જાઓ છો. તમારે મુક્ત થવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તેથી જ તત્ક્ષણ જાણી લેવું અનિવાર્ય છે. જો તમે તત્ક્ષણ તે જાણી લેશો તો તમે ઘણીખરી મુશ્કેલી અને અજંપાથી બચી શકશો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન