If you do Intimacy during periods, keep this in mind
  • Home
  • Featured
  • પીરિયડ્સ દરમિયાન સેક્સ કરો છો તો રાખો આ વાતનું ધ્યાન

પીરિયડ્સ દરમિયાન સેક્સ કરો છો તો રાખો આ વાતનું ધ્યાન

 | 3:18 pm IST

પીરિયડ્સ દરમિયાન સેક્સથી ઘણા કપલ્સ દૂર રહે છે. તેમનું માનવું છે કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી નુકસાન થઇ શકે છે. જોકે, કેટલાક ડોક્ટર્સનું માનવું છે કે કપલ કંફર્ટેબલ છે તો પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવામાં કોઇ સમસ્યા નથી.

– પીરિયડ્સ દરમિયાન સેક્સની ઇચ્છા છે કે નહી આ વાતને લઇને તમારા પાર્ટનરની સાથે વાત કરો. જો તમે કંફર્ટેબલ છો તો જ આ દરમિયાન સેક્સ માટે હા કહો નહીંતર ના કહી દો.
– સેક્સથી પહેલા બેડ પર પ્લાસ્ટિક કે ડાર્ક કલરની ચાદર પાથરી લો. જેથી લાઇટ કલરની ચાદર પર ડાઘ ન લાગે.
– સેક્સ દરમિયાન દુખાવો કે કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તરત તમારા પાર્ટનરને જણાવો. તમને વધારે દુખાવો થતો હોય તો સેક્સ ન કરો.
– કોઇ વિશેષ પોઝિશનમાં દુખાવો વધારે થાય તો પોઝિશન ચેન્જ કરવાની કોશિશ કરો. આ અંગે પાર્ટનરથી ખુલીને વાત કરો.
– મેલ પાર્ટનરે કોન્ડોમનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. જેથી કોઇ ઇન્ફેક્શન થશે નહીં.
– સાથે વાઇપ્સ કે ભીનુ કાપડ રાખો જેથી સિચુએશન મેસી થઇ જાય તો સાફ કરી શકો.
– સેક્સથી પહેલા અને બાદમાં પ્રાઇવેટ પાર્ટન યોગ્ય રીતે વોશ કરો.
– સેક્સ કર્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાં પરેશાની થાય તો ડોક્ટરની સલાહ લો.
– પીરિયડ્સ દરમિયાન પ્રેગનેન્સીના ચાન્સ ખૂબ ઓછા હોય છે. પરંતુ તમે ફેમિલી આગળ વધારવાનો પ્લાન નથી તો રિસ્ક લેવાથી બચો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન