જો તમે નહિં લો પૂરતી ઊંઘ, તો આ 5 ભયંકર બિમારીઓ કરશે તમારા શરીરમાં ઘર - Sandesh
  • Home
  • Health & Fitness
  • જો તમે નહિં લો પૂરતી ઊંઘ, તો આ 5 ભયંકર બિમારીઓ કરશે તમારા શરીરમાં ઘર

જો તમે નહિં લો પૂરતી ઊંઘ, તો આ 5 ભયંકર બિમારીઓ કરશે તમારા શરીરમાં ઘર

 | 2:55 pm IST

શું તમે જાણો છો કે ઊંઘ આપણા માટે કોઇ વરદાનથી ઓછું નથી. એક સારી ઉંઘ આપણા મગજને ફ્રેશ કરવા માટે અને શરીરના બીજા અંગોને આરામ આપવા માટે ખૂબ જરૂરી છે. પણ જો તમે એમ વિચારતા હશો કે આંખો બંધ કરતાં જ આપણા શરીરના બીજા અંગો પણ કામ કરવાનું બંધ કરી દે છે તો તમને જણાવી દઇએ કે આવું થતું નથી. જ્યારે આપણે ઊંઘી જઇએ છીએ ત્યારે આપણા કેટલાક અંગ શરીરના વિષાયુક્ત પદાર્થોને સાફ કરવાનું કામ કરે છે જેથી સવારે ઉઠતાં જ આપણે હળવાશ અનુભવીએ છીએ. ઊંઘ લેવી ફક્ત આંતરિક અંગો માટે જરૂરી નથી પરંતુ ત્વચા માટે પણ આ ખૂબ ફાયદાકારક છે. તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે, જો તમને પૂરતી ઊંઘ નથી મળતી તો તમારા શરીરમાં અનેક બિમારીઓ પેસી જાય છે.

હાર્ટ એટેક
જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે તે સમયે આપણા શરીરની આંતરિક મરામત અને સફાઇનો હોય છે પરંતુ ઊંઘ પૂરી ન થવાને લીધે શરીરના વિષાવક્ત પદાર્થ સાફ થઇ શકતા નથી અને જેના લીધે હાઇ બ્લડ પ્રેશરની આશંકા વધી જાય છે. જે કારણોસર હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે.

માનસિક સ્થિતિ પર અસર
અપૂરતી ઊંઘની સીધી અસર આપણી માનસિક સ્થિતિ પર પણ પડે છે. જેટલો સમય આપણે ઊંઘીએ છીએ એટલીવારમાં આપણું મગજ પણ એક નવી ઉર્જા એકઠી કરી લે છે. પરંતુ ઊંઘ પૂરી ન થવાને કારણે આપણું મગજ ફ્રેશ થઇ શકતું નથી, જેના લીધે ઘણી માનસિક સમસ્યાઓ થાય છે અને ઘણીવાર યાદશક્તિને લગતી બિમારીઓ થાય છે.

ડાયાબિટિસ
ઊંઘ પૂરી ન થતાં શુગરથી ભરપૂર અને જંકફૂડ ખાવાની ઇચ્છા વધી જાય છે. તેનાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ જેવી બિમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

ઓસ્ટિયોપોરોસિસ
અપૂરતી ઉંઘના લીધે હાડકાં નબળાં પડવાનું શરૂ થઇ જાય છે. આ ઉપરાંત હાડકાંમાં રહેલા મિનરલ્સનું સંતુલન પણ બગડી જાય છે. જેના લીધે સાંધાના દુખાવાની સમસ્યા પેદા થાય છે.

કેન્સર
ઘણા રિસર્ચ દરમિયાન એ વાત સામે આવી છે કે, અપૂરતી ઊંઘના લીધે બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધી જાય છે. સાથે જ શરીરમાં કોશિકાઓને પણ ખૂબ નુકસાન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન