If you do not know about these Adult intercourse transmitted diseases, read special
  • Home
  • Featured
  • સેક્સ કરવાથી પણ થાય છે આવી બીમારીઓ, શુ તમે જાણો છો? ખાસ વાંચો

સેક્સ કરવાથી પણ થાય છે આવી બીમારીઓ, શુ તમે જાણો છો? ખાસ વાંચો

 | 1:13 pm IST

ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન, પ્રીમચ્યોર ઇજેક્યુલેશન, નાઇટ ફોલ, સેક્સથી જોડાયેલી કેટલીક એવી સમસ્યાઓ જે અંગે ઘણા લોકોને ખબર હોય છે કારણકે તે ખૂબ કોમન સમસ્યા છે. જે સેક્સથી જોડાયેલા તણાવના કારણથી કેટલીક વખત થઇ જાય છે. પરંતુ સેક્સથી જોડાયેલી કેટલીક એવી અજીબોગરબી બીમારીઓ અને ડિસઓર્ડસ પણ છે જે અંગે તમે ક્યારેય પણ સાંભળ્યું નહીં હોય.

જે રીતે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં પુરૂષોને સેક્સ દરમિયાન ઇરેક્શન હાંસલ કરવામાં સમસ્યા થાય છે તેજ રીતે ઓર્ગેસ્મિક ડિસ્ફંક્શનમાં વ્યક્તિ ઉત્તેજના અનુભવ કરે છે પરંતુ તમે જેવા ચરમ સીમા પર પહોંચો છો તો તેને ઓર્ગેજમ હાંસલ થતા નથી કે પછી ખૂબ મુશ્કેલથી ઓર્ગેજમ મળે છે અને ખૂબ વધારે સમય પણ લાગે છે. ઓર્ગેજમ હાંસલ ન કરવાની આ સમસ્યા મહિલા કે પુરૂષ કોઇને પઇ થઇ શકે છે.

જેને તમે સાધારણ શબ્દોમાં હાઇપર સેક્શુઅલીટિ પણ કહી શકો છો. આ એક એવી પરિસ્થિતિમાં જેમા વ્યક્તિને દર સમયે horny એટલે સેક્સ કરવાની ઇચ્છા હોય છે. નિમફોમેનિયની સમસ્યા સામાન્ય રીતે મહિલાઓને થાય છે અને ઘણી વખત આ સમસ્યા એટલી વધારે વધી જાય છે કે આ બીમારીથી પીડિત મહિલા સેક્સને લઇને હદથી વધારે desperate થઇ જાય છે.

આ સેક્સથી જોડાયેલી એક એવી બીમારી છે જેમા તમે ઉંઘમાં સૂતા-સૂતા સેક્સ કરી લો છો જે એક પ્રકારથી સ્લીપ વોકિંગ એટલે ઉંઘમાં ચાલવાની બીમારી જેવી છે. આ દરમિયાન તમે ભલે ઉંઘમાં હોવ પરંતચુ તમને ખબર હોય છે કે તમે સેક્સ કરી રહ્યા છો. નિમ ફોમેનિયાની જેમ સેક્સોમેનિયાથી પીડિત વ્યક્તિ પણ સેક્સને લઇને હાઇપર એક્ટિવ રહે છે.

ઓર્ગેજમ ફીલ કરવાથી એક સારો અનુભવ થઇ શકે છે. પરંતુ દર બીજી મિનિટે જો તમને ઓર્ગેજમ ફીલ થાય તો તે તમારા માટે સમસ્યાનું સબબ બની શકે છે. થોડૂંક વિચારો તમે ઓફિસમાં કોઇને કોલથી વાત કરી રહ્યા છો અને તમને ઓર્ગેજમ ફીલ થાય, ભોજન કરતા સમયે, સ્નાન કરતા સમયે, ગાડી ચલાવતા તમને ઓર્ગેજમ ફીલ થાય છે તો તે પણ એક બીમારી છે. જેને સેક્શુઅલ ઓર્ગેજમ સિંડ્રોમ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન