If you don't want children now, can you put Copper-T?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોટા ભાગના લોકોને મુંઝવતો સવાલ હાલ સંતાન નથી ઇચ્છતાં તો કોપર-ટી મુકાવી શકાય?

મોટા ભાગના લોકોને મુંઝવતો સવાલ હાલ સંતાન નથી ઇચ્છતાં તો કોપર-ટી મુકાવી શકાય?

 | 10:00 am IST
  • Share

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૩ વર્ષ છે. મારે એક દીકરી છે. હાલ અમે બીજું સંતાન નથી ઇચ્છતાં તો શું કોપર ટી મુકાવી શકાય? શું આ સુરક્ષિત છે?

જવાબઃ ઘણી સ્ત્રીઓ કોપર ટી મુકાવડાવતી હોય છે. તે આમ તો સુરક્ષિત હોય છે, પણ ઘણી સ્ત્રીઓને તેના કારણે એલર્જીની તકલીફ, માસિક સમયે વધારે બ્લીડિંગની સમસ્યા તો ઘણીવાર કોપર ટીની જગ્યા ફરી જતાં, અથવા તેને કોઇપણ પ્રકારનું ડેમેજ થતાં ગર્ભ રહી જવા જેવી સમસ્યા સામે આવી ચૂકી છે. જરૂરી નથી કે તમને પણ એવી કોઇ તકલીફ થાય, પણ જો બાળક ન ઇચ્છતા હોવ તો તમે કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. અને જો કોપર ટી મુકાવવી જ હોય તો તે મુકાવ્યા બાદ જરૂરી તકેદારી રાખવી જેથી કોઇ તકલીફ ન થાય.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૧ વર્ષ છે. મને થોડા સમયથી વજાઇનામાં ખૂબ ચળ આવ્યા કરે છે. વળી તેમાંથી સફેદ પ્રવાહી પણ નીકળે છે. જોકે, સફેદ પ્રવાહી તો જ્યારે હું કોઇ ઉત્તેજિત સીન જોઉં અથવા તો મારા બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોઉં ત્યારે જ નીકળે છે, પણ ચળ તો ખૂબ આવે છે.

જે જગ્યાએ ચળ આવે છે ત્યાં પાણી નાખું તો સારું લાગે છે. આવું કયાં કારણે થતું હશે? મેં મારા બોયફ્રેન્ડ સાથે કદી સેક્સ નથી કર્યું. અમે એકાંતમાં એ રીતે મળ્યાં પણ નથી. થોડા સમય પહેલાં જ તેણે મને પ્રપોઝ કર્યું હતું, અને મેં હા પાડી છે. હાલ તો અમારો સંબંધ ફોન પૂરતો જ છે, તેથી મારે તેની સાથે એ પ્રકારના કોઇ સંબંધ નથી, તેમ છતાં કેમ ચળ આવ્યા કરે છે તે નથી સમજાતું. શું મને કોઇ ગંભીર બીમારી હશે?

જવાબઃ ગભરાવાની જરૂર નથી. આ કોઇ ગંભીર બીમારીનાં લક્ષણ નથી. તમને કોઇ વાતની એલર્જી થઇ હોય અથવા તો ઇન્ફેક્શન થયું હશે. તે જગ્યાએ ઇન્ફેક્શન થાય એટલે બેક્ટેરિયા થાય, અને આ બેક્ટેરિયાના કારણે ચળ આવે. એલર્જીમાં પણ એવું જ બનતું હોય છે. બની શકે કે તમને કદાચ સાબુની એલર્જી થઇ હોય. અગાઉ વજાઈનાની સફાઈની જે પદ્ધતિ હતી એ ફરી અપનાવી જુઓ.

પેન્ટીની બ્રાન્ડ બદલી હોય તો પહેલાંવાળી પેન્ટી ફરી ચાલુ કરો. તમે હાલ જે સાબુ વાપરતાં હોય તે બદલી નાંખો. પાણીમાં ડેટોલ નાંખીને વજાઈનાનો સંપૂર્ણ વિસ્તાર સાફ કરવાનું રાખો. જો ડેટોલ વાપરવાની શરૂઆત કર્યા પછી આવું થતું હોય તો ડેટોલ વાપરવાનું બંધ કરો. એ જગ્યા ખૂબ જ સંવેદનશીલ હોવાથી કોઈ નવી ફ્રેગરન્સ કે પદાર્થનો સ્પર્શ થાય તો ખંજવાળ આવી શકે છે. તે જગ્યાની સાદા પાણીની સફાઇ ઉપર વધારે ધ્યાન આપો.

પ્રશ્નઃ નમસ્તે, થોડા સમય પહેલાં જ મારું સગપણ નક્કી થયું છે. મારી સમસ્યા એ છે કે મને સ્તન ઉપર નિપલની આજુબાજુ થોડા વાળ ઊગે છે. વધારે નથી હોતા. ચારથી પાંચ જેવા જ હોય છે, હવે જ્યારે મારી સગાઇ નક્કી થઇ છે તો મને ટેન્શન થાય છે કે મારા મંગેતરને આ વાત ખબર પડશે તો તેને કેવું લાગશે?

જવાબ: આ બહુ જ સામાન્ય વાત છે. આમાં ગભરાવા જેવું કાંઇ જ નથી. જેમ અપરલિપ્સ ઉપર વાળ આવતા હોય અને તમે થ્રેડ કે વેક્સ કરો તેમજ ઘણી સ્ત્રીઓને નિપલ્સ પર પણ થોડા વાળ આવતા હોય છે. આ વાળનું પ્રમાણ હોર્મોનલ વધ-ઘટના કારણે ઓછું-વધતું હોય છે. આને તમે ટ્રીમ કરીને, વેક્સ કરીને કે થ્રેડ કરીને દૂર કરી શકો છો. માટે ખોટું ટેન્શન ન લેવું. તમારા મંગેતરન પણ આ વાત સમજાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન