If you frequently message a partner in a relationship then know this need
  • Home
  • Sex & Relationship
  • રિલેશનમાં તમે પણ જો પાર્ટનરને વારંવાર મેસેજ કરતા હોય તો આ વાત જરૂર જાણજો

રિલેશનમાં તમે પણ જો પાર્ટનરને વારંવાર મેસેજ કરતા હોય તો આ વાત જરૂર જાણજો

 | 2:58 pm IST

વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર દ્વારા આપણે પોતાના પાર્ટનર સાથે કરતા હોઈએ છીએ. તેમને મેસેજ કરીને દિલની વાત કહી શકીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તમારો મેસેજ પણ રિલેશનમાં ઘણુ બધુ કરી શકે છે. મેસેજ કરવાની આદત પણ એક મોટી સમસ્યા બની શકે છે.

બ્રિઘમની એક યંગ યૂનિવર્સિટીના શોધકર્તાએ સ્ટડી કરી હતી. આ સ્ટડીમાં 276 લોકોને રાખવામાં આવ્યા હતા. તેમાં 38% લોકોએ સીરિયસ રિલેશનશિપનો દાવો કર્યો હતો. 46% લોકોએ કહ્યું કે તે પોતાના પાર્ટનરની સાથે એંગેઝ્ડ છે અને 16% લોકોએ કહ્યું કે તે વિવાહિત છે.

82% લોકોએ જણાવ્યું કે તે પોતાના પાર્ટનરને દિવસભર ઘણીવાર મેસેજ કરતા હોય છે. આ લોકોએ જણાવ્યું કે આ પ્રેમભર્યા મેસેજ હોય છે, જ્યારે અમુક લોકોએ કહ્યું કે તે પોતાની સમસમ્યાઓ સુલજાવવા માટે પાર્ટનરને મેસેજ કરતા હોય છે. વોટ્સએપ પર વધારે ચેટ કોઈ લડાઈને સોલ્વ કરવા અને પાર્ટનરને માનાવવા માટે કરવામાં આવતા હોય છે.

આ સ્ટડીમાં જણાવ્યું કે ટેક્સ્ટ મેસેજને વિભિન્ન જેન્ડર પર શું અસર થાય છે. જેમ કે પુરૂષ વધારે મેસેજ પોતાના રિલેશનશિપમાં ઓછી સંતુષ્ટિના કારણે કરે છે.

આ જ રીતે મહિલાઓ પણ પોતાના રિલેશનશિપમાં ચાલી રહેલી સમસ્યાઓને દુર કરવા માટે મેસેજ કરતી હોય છે. મહિલાઓ આ મેસેજમાં પોતાના પાર્ટનર જોડે માફી માંગવાથી લઈને પોતાના રિલેશનને સાચવી રાખવા માટે કરતી હોય છે.

જુઓ વીડિયો: અમદાવાદમાં ટાંકીની દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારજનોની વેદના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન