જો તમે જશો 'આ' જગ્યા પર, તો જોરદાર આવશે સેક્સના વિચારો - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • જો તમે જશો ‘આ’ જગ્યા પર, તો જોરદાર આવશે સેક્સના વિચારો

જો તમે જશો ‘આ’ જગ્યા પર, તો જોરદાર આવશે સેક્સના વિચારો

 | 2:04 pm IST

‘જિમ’ આજકાલની લાઈફસ્ટાઈલમાં વણાઇ ગયું છે, ઊંમર કોઇપણ હોય પરંતુ જીમમાં તો જવાય જ અને એમાં પણ આજના યુવાનોને બોડીબિલ્ડીંગનો ચસકો લાગ્યો છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો જીમમાં જાય છે તેમને સેક્સના વિચારો પણ વધુ આવી શકે છે કેમ કે એક્સરસાઇઝથી સેક્સ સાથે જોડાયેલા કેટલાક કેમિકલ્સ છૂટે છે.  ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં યુવકો અને યુવતીઓ માટે જુદા જુદા નહીં પણ સાથે જ એક્સરસાઇઝ કરી શકે તેવા જિમ વધુ છે. જેને પગલે અહીં યુવક યુવતીઓમાં સેક્સનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે ભારતમાં આ પ્રકારની વ્યવસ્થા લગભગ ઓછી છે.

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 70 ટકા લોકોએ એક સર્વેમાં જણાવ્યું કે તેઓ જિમમાં જાય છે ત્યારે તેમને સેક્સના વિચારો પણ આવતાં રહે છે, આશરે ૨,૦૦૦ લોકોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા જેમાંથી 25 ટકા લોકોએ સ્વીકાર કર્યો હતો કે અમે એક વખત તો સેક્સનો આનંદ જિમમાં લીધો જ હતો. જે લોકો જિમમાં જાય છે તેઓ ડેટિંગ માટે પણ ઉત્સાહિત રહે છે તેમ આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે. જો કે 82 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ જિમ દરમિયાન ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. આમ થવા પાછળ એક્સરસાઇઝ દરમિયાન છુટતા કેટલાક કેમિકલ જવાબદાર છે.

જિમ અને સેક્સ વચ્ચે સંબંધ પાછળ વિજ્ઞાન પણ છે
એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે વ્યક્તિ જિમ જાય છે એટલે કે કસરત કરે છે ત્યારે તેના શરીરમાંથી સેરોટોનીન અને ડોપેમાઇન કેમિકલ્સ છૂટે છે. આ એવા કેમિકલ્સ છે કે જે મગજમાંથી પ્રોડયૂસ થાય છે અને જેનાથી મૂડ સારો રહે છે, શારીરિક આકર્ષણ પણ વધે છે અને કામુક્તા પણ વધે છે.