If you have an account in SBI, then this report is very useful for you
  • Home
  • Business
  • જો તમારું SBIમાં ખાતું હોય તો આ અહેવાલ તમારા ખુબ જ કામના, શરૂ કરી આ ખાસ સર્વિસ

જો તમારું SBIમાં ખાતું હોય તો આ અહેવાલ તમારા ખુબ જ કામના, શરૂ કરી આ ખાસ સર્વિસ

 | 10:19 am IST

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયમાં તમારું એકાઉન્ટ છે અને તમે બેંકમાં FD કરાવી છે. તો બેંક ગ્રાહકોને આ સાથે જોડાયેલી કેટલીક સુવિધા આપે છે. અર્થ સ્પષ્ટ થાય છે કે ગ્રાહક ફોર્મ 15G/15H હોમ બ્રાન્ચ ઉપરાંત કોઇપણ અન્ય બ્રાન્ચમાં જમા કરાવી શકશે.

જણાવી દઇએ કે બેંકમાં FD કરાવવાં પર વ્યાજ અને ટેક્સ કપાય છે. TDSનો કાપ ત્યારે જ થશે જ્યારે FD અને સેવિંગ અકાઉન્ટને વાર્ષિક 50,000 રૂપિયા સુધીનું વ્યાજ મળે.

ફોર્મ 15G અને 15H એક ફોર્મ છે જે તમે તમારા બેંકમાં જમા કરાવી શકો છો આ સુનિશ્ચિત કરવા માટે જો તમારા દ્વારા અર્જિત કૂલ આવક પર કોઇ કર ચુકવવાનો નથી તો TD આપની આવકમાંથી કટ નથી થતો. આ ફોર્મ દર વર્ષે જમા કરાવી શકાય છે. જેથી આ વર્ષે તમારે આ તપાસ કરવાની છે આપ આ ફોર્મ ભરવા મટે પાત્ર છો કે નહીં.

જો કોઇ ફાઇનાશિંયલ વર્ષ દરમિયાન મળતું વ્યાજ નિશ્ચિત સીમાથી વધુ હોય તો બેંક TDS કાપે છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આ સીમા 10,000 રૂપિયા હતી અને વરિષ્ઠ નાગરિકો માટે આ સીમા 50,000 રૂપિયા હતી. જે હાલ વર્ષ 2019-20 માટે 40,000 રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે 50,000 રૂપિયા કરાઈ છે.

આ ફોર્મમાં ખોટી જાણકારી આપવા પર ત્રણ મહિનાથી લઇને બે વર્ષ સુધીની સજા થઇ શકે છે અને દંડ અલગથી લાગશે. જો 25 લાખથી વધુની ટેક્સ ચોરીનો કેસ હોશે તો સાત વર્ષની જેલની સજા અને દંડ થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન