If you Have nail broken problem , than Follow Tips
  • Home
  • Fashion & Beauty
  • શુ તમારા નખ પણ વારંવાર તૂટી જાય છે તો અસરકારક છે આ ઉપાય

શુ તમારા નખ પણ વારંવાર તૂટી જાય છે તો અસરકારક છે આ ઉપાય

 | 4:30 pm IST

નખ હાથની સુંદરતા વઘારવાનું પણ કામ કરે છે. નક સારા સ્વાસ્થ્યની નિશાની હોય છે તેમજ કેટલાક લોકોના નખ જલ્દી તૂટી જાય છે. તેને વધારવા માટે તે લોકો કેટલીક ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ તેની કોઇ ખાસ અસર જોવા મળતી નથી. તેમજ નખની પીળાશ દૂર કરવા માટે અને તેનો ગ્રોથ વધારવા માટે ખાસ કાળજીની જરૂરત હોય છે. તો આવો જોઇએ નખને મજબૂત કેવી રીતે કરી શકાય છે.

બદામનું તેલ

બદામના તેલથી નખની મસાજ કરવી જોઇએ. જેથી બ્લડ સર્કુલેશન વધે છે, જેનાથી નખ ઝડપથી વધવા લાગે છે. રાતના સમયે સૂતા પહેલા બદામના તેલથી નખની મસાજ કરવાથી ખૂબ ફાયદો થઇ શકે છે.

દૂધ

દૂધ હાડકા, દાંત અને નખ માટે ખૂબ ફાયદા કારક છે. તમે દૂધમાં 5 મિનિટ સુધી તમારા નખ ડૂબાડીને રાખો. અઠવાડિયામાં 2-3 વખત આમ કરવાથી નખ મજબૂત થશે અને સાથે નખ વધવા પણ લાગશે.

સરસોનું તેલ

કેટલાક લોકોને નખ કમજોર થઇને તૂટી જાય છે. જેથી રોજ રાત્રે સૂતા પહેલા નખને 5 મિનિટ સરસોના તેલમાં ડૂબાડીને રાખો.સતત થોડાક દિવસ આ પ્રક્રિયા કરવાથી નખ વધવા લાગશે. સાથે નખ પણ મજબૂત થશે અને નખની સુંદરતા પણ વધી શકે છે.

ટૂથપેસ્ટ

કેટલાક લોકોને નખ પીળા હોય છે. જે સુંદર લાગવાની જગ્યાએ ખૂબ ખરાબ લાગે છે. તેને સફેદ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. નેલ રિમૂવરની જેમ નખ પર ટૂથપેસ્ટ લગાવો. જેથી નખ પરની પીળાશ દૂર થઇને તે સફેદ થવા લાગે છે અને સાથે જ નખની મજબૂતાઇ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન