get rid of pitru dosha and sarp dosh on 11 th august
  • Home
  • Astrology
  • પિતૃદોષ કે સર્પ દોષ હોય તો છે 11મી ઓગસ્ટ છે ઉત્તમ દિવસ, ઉઠાવો લાભ આ રીતે

પિતૃદોષ કે સર્પ દોષ હોય તો છે 11મી ઓગસ્ટ છે ઉત્તમ દિવસ, ઉઠાવો લાભ આ રીતે

 | 6:21 pm IST

જ તમારી કુંડળીમાં પિતૃ દોષ હોય અને તેને કારણે તમે મુશ્કેલીઓનો સામનો કરતાં હોય તો 11મી ઓગસ્ટ ઉત્તમ દિવસ છે. આ દિવસે શનિવારી અમાસ અને ગ્રહણ હોવાથી નદી કિનારે પિતૃદોષની શાંતિ કરાવવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃઓની ગતિ થાય છે.  જો તમે કોઈ પણ જાતના ખર્ચ વગર જ પિતૃઓની શાંતિ ઘરે બેઠાં જ કરવા ધારતા હોય તો પણ આ દિવસનો લાભ ઉઠાવવો જોઈએ.

11મી ઓગસ્ટે સવારે વહેલા ઉઠીને આ દિવસે હેડ બાથ લઈને ઉપવાસ કરવો. નિત્ય કર્મ અને પૂજા પાઠ પૂરા કરી આ દિવસે શનિના બીજ મંત્રોના 11હજાર જાપ કરવા. પછી તેમાંથી દસમાં ભાગના મંત્રો(1100 મંત્રો) બોલીને હવન કરવો. સાંજે 4 વાગે આ મંત્રના ઉચ્ચારણ સાથે પીપળે પાણી રેડવું. કાળી વસ્તુઓનું દાન કરવું. કોઈ બ્રાહ્મણને સીધુ આપવું. ગાયને નિરણ નાંખવું. કિડિયારું પુરવું. કૂતરાને તેમજ ગાયને જમાડવા. આમ કરવાથી પિતૃ દોષની શાંતિ થશે. સાથે જો ભગવાન નારાયણના 1000 નામનો જાપ કરવામાં આવે તો પિતૃઓની મુક્તિ કે ગતિ થાય છે.

વ્યક્તિના પોતાના માટે પણ શનિ દોષ અને રાહૂ દોષનું શમન થાય છે. વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે પવિત્ર નદીઓમાં કે તેના સંગમ સ્થળે સ્નાન કરવાથી પણ વિપુલ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પવિત્ર નદીમાં સ્નાન કરીને તે સ્થળે પિતૃ તર્પણ કરવાથી પણ પિતૃઓને શાંતિ મળે  છે. સર્પ દોષ વાળાઓએ સર્પ દોષની શાંતિ કરાવવી જોઈએ. ભગવાન શિવ કે ભગવાન વિષ્ણુ કે હનુમાનજીની આરાધના કરવી જોઈએ.