If you Have Thin Hair, Follow Easy home deshi Remedy
  • Home
  • Fashion & Beauty
  • પાતળા વાળથી થઇ ગયા છો પરેશાન તો દેશી ઉપાયથી કરો ભરાવદાર

પાતળા વાળથી થઇ ગયા છો પરેશાન તો દેશી ઉપાયથી કરો ભરાવદાર

 | 2:34 pm IST

મજબૂત તેમજ ભરાવદાર વાળ દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ લાઇફસ્ટાઇલ બદલાવવાના કારણે પણ વાળ પર અસર કરેછે. વર્તમાન સમયમાં પ્રદુષણ અને પોષણની ઉણપથી વાળ કમજોર થવા લાગે છે. જો વાળ પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો વાળ કમજોર થઇ જાય છે. તેના માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ.

આંબળા

3-4 આંબળાને આખી રાત પલાળીને રાખો અને બીજા દિવસે આ પાણીની સાથે આંબળાને ત્યાં સુધી ઉકાળો તો સોફ્ટ ન થઇ જાય. આંબળાને પાણીમાં યોગ્ય રીતે મસળીને પાણીને ગાળી લો અને તેનાથી તમારા વાળને ધોઇ લો અને મસાજ પણ કરો.

મેથી

મેથી દાણા વાળ માટે કોઇ વરદાનથી કમ નથી. તેનાથી તમારા પાતળા વાળને થોડાક સમયમાંજ ભરાવદાર બનાવી શકે છે. થોડાક મેથીના દાણા લો અને આખી રાત પલાળી રાખો અને સવારે પીસીને પેસ્ટ બનાવી લો. તેને તમારા વાળ પર બરાબર લગાવી લો. સૂકાઇ જાય તે બાદ નવશેકા પાણીથી ધોઇ લો.

ડુંગળી

ડુંગળીમાં રહેલા સલ્ફર વાળ વધારવામાં મદદ કરે છે અને સાથે જે તેને ભરાવદાર બનાવે છે. ડુંગળીનો ટૂકડો લો અને તેને તમારા માથા પર બરાબર લાગવીને રગડી લો. તમે ઇચ્છો તો તેનો રસ નીકાળીને પણ ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન