If you have Wearing new Shoes And Shoe Bite problem
  • Home
  • Fashion & Beauty
  • શુ તમને પણ નવા જૂતા પહરેવાથી થાય છે ઇજા તો કરો આ 3 ઉપાય

શુ તમને પણ નવા જૂતા પહરેવાથી થાય છે ઇજા તો કરો આ 3 ઉપાય

 | 4:12 pm IST

નવા બૂટ પહેરવા દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ કેટલીક વખત નવા જૂતા પહેરવાથી પગમાં ડંખ વાગવાની સમસ્યા થઇ જાય છે. નવા જૂતા પહેરવાથી પગમાં ઇજા કે ચાંદાને કારણે તે સમસ્યા થાય છે તે કેટલાક દિવસો સુધી દુખાવો થઇ શકે છે. પરંતુ તેનો કોઇ મતલબ નથી કે જૂતા પહેરવાના છોડી દેવા. તો આજે અમે આ સમસ્યાના કેટલાક સામાન્ય ઘરેલું નુસખા છે જેને અજમાવીને તમે પગમાં થયેલી ઇજાને સારી કરી શકો છો.

આઇસ પેક

આઇસ પેકને શૂ બાઇટ વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ આરામ મળે છે. ઇજા પર તમે આઇસ પેક રગડશો તો તેનાથી તમને બળતરા અને દુખાવાની સમસ્યા દૂર થશે.

હળદર અને લીમડો

હળદરને સૌથી તાકાતવર એન્ટીબાયોટિક માનવામાં આવે છે અને લીમડો પણ એન્ટી-બાયોટિક ગુણોથી ભરપૂર છે. જો તમે આ બન્નેનો ઉપયોગ કરી કોઇ ઇજા કે ઘા પર કરવામાં આવે તો ઘા જલદી અને સહેલાઇથી સારો થઇ જાય છે. જો નવા જૂતા પહેરવાથી પગમાં ચાંદા પડી ગયા છે કે તેને ડાઘ રહી ગયા છે તો તમે હળદર અને લીમડાની પેસ્ટ લગાવી શકો છો. જેનાથી ઘા જલદી સારા થઇ જશે.

એલોવેરા જેલ

જૂતાના ડંખ વાગવા પર પગમા પડેલા ચાંદા કે ઇજા પર એલોવેરા જેલનો ઉપયોગ કરો. જૂતાના ડંખ વાગવાથી પગને ખૂબ બળતરા થવા લાગે છે. એલોવેરા જેલ લગાવવાથી બળતરા ઓછી થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન