if-you-keep-in-mind-this-five-things-then-you-will-succeed-in-love
  • Home
  • Astrology
  • જો આ પાંચ વાતનું રાખશો ધ્યાન તો પ્રેમમાં ક્યારેય નહિં નિવડો અસફળ

જો આ પાંચ વાતનું રાખશો ધ્યાન તો પ્રેમમાં ક્યારેય નહિં નિવડો અસફળ

 | 8:38 pm IST

વેલેન્ટાઈન ડે પર કોઈ પોતાના ખાસ પ્રેમનો ઈજહાર કરે છે. આ એક એવો અવસર છે કે અનેક યુગલો પોતાના દિલની વાત એકબીજાને કહીને એકમેકની સાથે જોડાઈ જવા ઉત્સુક હોય છે. દરેકને એવા સાથીની શોધ હોય છે કે જે જિંદગીભર તેનો સાથ નિભાવે. આ વિશે ચાણક્યે પોતાના વિચારો રાખ્યાં છે. તો ચાલો જાણીએ શું કહ્યું છે ચાણક્યે…

ચાણક્યે પુરુષોની કેટલીક વિશેષતા બતાવી છે જે પુરુષોમાં આવા લક્ષણો હોય તે ક્યારેય છેહ દેતા નથી. જે સંબંધોને તૂટતાં બચાવી લે છે. તો ચાલો જાણીએ એવા ક્યાં ગુણો પુરુષમાં  હોય તો નથી થતું બ્રેકઅપ…

1. આચાર્ય ચાણક્યે કહ્યું છે કે જે પુરુષો સ્ત્રી પ્રત્યે દિલથી સન્માન કરતાં હોય તે હમેંશા પ્રેમમાં સફળ રહે છે. જે પુરુષ પોતાની પ્રેમિકા કે પોતાની પત્નીનું દિલથી સન્માન કરતાં હોય, જીવનમાં તેના મહત્વને સમજતાં હોય તો તેઓ તેમના સંબંધને કોઈપણ ભોગે તૂટવા દેતાં નથી. આવા પ્રકારના પુરુષોને મહિલાઓ પણ સન્માનના ભાવથી જુએ છે. તમે તમારા વ્યવહારમાં  આ ગુણને શામેલ કરો. તે પછી તમે જો કોઈને પ્રોપોઝ કરશો તો કોઈ ના નહિં પાડે.

2. પરસ્ત્રી સાથે સીમિત રાખો મૈત્રી
ચાણક્ય કહે છે કે સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે કોઈને પોતાની પ્રેમિકા કે પત્નીથી વધું મહત્વ દેવા લાગો. જો તમારું મન ચંચળ હોય તો  કે પોતે એવું માનતા હોય કે વધું સ્ત્રીઓ સાથે સંબંધ એ આધુનિકતા છે તો તમે ખોટાં છે. તમારા કરતાં એ પ્રેમિકા કે પત્ની આધુનિક છે કે જે તમને આવા સંબંધો રાખવા છતાં ખરાબ નજરે નથી જોતી. જો તમે બ્રેકઅપ ન ઈચ્છતા હોય તો પરસ્ત્રી સાથે સીમિત સંબંધ રાખો. પોતાની પત્ની કે પ્રેમિકા સાથે પૂરી ડિગ્નિટી પૂર્વક વર્તો. આવા વ્યક્તિઓ પ્રેમમાં અને જીવનમાં પણ હમેંશા સફળ નિવડે છે. આવો વ્યવહાર અપનાવીને કોઈને પ્રપોઝ કરો, તમારા પ્રેમનો થશે ખુશી ખુશી સ્વીકાર….

3. સુરક્ષાનો અહેસાસ પણ જરૂરી
એવું માનવામાં આવે છે કે દરેક સ્ત્રી પોતાના પતિમાં પોતાના પિતાની છાયા જુએ છે. તેથી તે સુરક્ષાને પ્રાધાન્ય આપે છે. જો તમે કોઈ સ્ત્રી સાથે સુરક્ષાત્મક ભાવ પેદા કરે તેવો વ્યવહાર કરશો તો તે નિશ્ચિત પણે તમારો સાથ પસંદ કરશે. જે પુરુષ પોતાના સાથીને સુરક્ષાનો અહેસાસ કરાવે છે તેના માટે એક સારું વાતાવરણ તૈયાર કરે છે કે બનાવી રાખે છે, તે પ્રેમના મામલે ક્યારેય હારતો નથી. પ્રાચીનકાળમાં શસ્ત્ર અને શાસ્ત્ર દ્વારા પુરુષોની પરીક્ષા એ માટે લેવામાં આવતી હતી કે તે કન્યાનો વિશ્વાસ સંપાદિત કરી શકે કે તે સુરક્ષા કરવા શક્તિમાન છે.

4. સુખનો ખ્યાલ પણ જરૂરી
આચાર્ય ચાણક્ય કહે છે કે પ્રેમ અને શારીરિક સંબંધને વૈવાહિક જીવનનો આધારસ્તંભ માનવામાં આવે છે. તેમણે કહ્યું છે કે પુરુષ ભૌતિક અને ભાવનાત્મક સુખોની સાથે સાથે પોતાના સાથી સાથે આત્મિયતા બનાવી રાખે છે. જેમની વચ્ચે ઉત્તમ દાંપત્ય સુખ હોય છે તેમની વચ્ચે સંબંધ સફળ હોય છે. તેથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિવાહથી પૂર્વ સ્વાસ્થ્યની પરખ કરી લેવી જોઈએ. જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોય અને પોતાના સાથીના સ્વાસ્થ્ય વિશે પણ સભાન હોય તેઓ પ્રેમમાં ક્યારેય અસફળ નથી નિવડતાં.

5. હૃદયની વિશાળતા
જે સંબંધોમાં આત્મકેન્દ્રિતતા ન હોય, અન્ય માટે કઈંક કરી છૂટવાની ભાવના હોય તેવા સંબંધો પણ તૂટતાં નથી. જે સ્ત્રીમાં આવો ગુણ હોય તે ઉત્તમ સાથી બને છે. જો તમારામાં આવો ગુણ ન હોય તો વિકસાવો. પુરુષમાં પણ આવો ગુણ જરૂરી છે. જો સાથીમાં આવો ગુણ ન હોય તો તેનામાં આવો ગુણ વિકસે તેવી સ્થિતિ પેદા કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં તેનો ત્યાગ ન કરતાં તેનામાં સમજ કેળવાય તેવા પ્રયાસ કરવા જોઈએ. જ્યારે બંનેનો સાથ મળે તો પછી પછી જુઓ તમે પ્રેમના મામલે ક્યારેય નિષ્ફળ નહિં જાવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન