આઈસ્ક્રીમ ખાનારા માટે ખરાબ સમાચાર, જાણી લો તમે - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આઈસ્ક્રીમ ખાનારા માટે ખરાબ સમાચાર, જાણી લો તમે

આઈસ્ક્રીમ ખાનારા માટે ખરાબ સમાચાર, જાણી લો તમે

 | 3:03 pm IST

જો આઈસક્રીમ તમારી ખાસ પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે. તમે આઈસક્રીમ માટે વધું ખર્ચ કરવા તૈયાર થઈ જાવો. કારણકે આઈસક્રીમ બનાવતી અગ્રીમ કંપની વાડીલાલ અને ક્રીમબેલ જેવી મોટી ક્રીમ કંપનીઓ આ વરસે ઉનાળામાં તેની કિંમતોમાં 5 ટકાનો વધારો કરવા વિચારી રહી છે. કારણકે તેના કાચા માલની કિંમતો તેમજ ડ્રાઈફ્રૂટ્સમાં ભારે વધારો નોંધાયો છે.

કાચા માલની ખરીદકિંમતમાં વધારો
ક્રીમબેલના સીઈઓએ કહ્યું હતું કે ગયા છ મહીનામાં ડીઝલની કિંમતોમાં 23 ટકા, તેમજ વેતનદરમાં 10 ટકા તેમજ પેકિંગ મટીરીયલની કિંમતોમાં 8થી 10 ટકાની વૃદ્ધિ થઈ છે. એનાથી આઈસક્રીમની પડતર કિંમત વધી છે તેથી તેનો ભાવવધારો નિશ્રિત છે. તેમણે  કહ્યું કે વર્ષ 2018માં કિંમતમાં વધારો 5 ટકા પર સિમિત રાખવા કોશિશ કરવામાં આવી રહી છે. આ વધારો આ વર્ષે ઉનાળામાં કરવામાં આવશે.
કંપનીનું કહેવું છે કે પાછલા કેટલાંક વર્ષોમાં કિંમતો સ્થિર રહી હતી. પણ હવે પડતર કિંમત વધાવાથી કિંમત વધારવી જરૂરી થઈ ગયું છે. આ વર્ષે તેની કિંમતોમાં 5 ટકાનો વધારો થશે. એટલે કે આઈસક્રીમ 20 રૂપિયે મળતી હતી તે હવે 25 રૂપિયે મળશે. કારણકે ભાવ વધારો થોડો વધું જ થશે. એટલે અમે દરવખતે ટાળવાની કોશિશ કરી પણ વર્ષોથી આજ કરીએ છીએ.