If you object to the new Traffic Vehicle Rule, join the Congress MISCOL campaign
  • Home
  • Ahmedabad
  • જો તમને ટ્રાફિક વ્હીકલના નવા નિયમ સામે વાંધો હોય તો કરો આટલું, ગુજરાતમાં 24 કલાકમાં તો…!!

જો તમને ટ્રાફિક વ્હીકલના નવા નિયમ સામે વાંધો હોય તો કરો આટલું, ગુજરાતમાં 24 કલાકમાં તો…!!

 | 9:40 am IST

રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નિયમ બહાર પાડ્યા બાદ અમુક ભાજપ શાસિત રાજ્યોએ તેમાં છૂટછાટ આપી છે. ગુજરાતમાં પણ નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વિરોધ પક્ષમાં બેસેલી કોંગ્રેસે સરકારના આ નિયમ વિરુદ્ધ એક અભિયાન ચલાવ્યું છે. જેના ભાગરૂપે તમે એક મિસ કોલ કરીને જોડાઇ શકો છો.

ટ્રાફિક નિયમના ભંગ બદલ 400થી 900 ટકાના જંગી દંડ વધારા સામે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પ્રજાની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે મિસ કોલ અભિયાન શરૃ કર્યું છે, આ અભિયાનને 24 કલાક થયા છે જેમાં 1,26,350 લોકોએ મિસ કોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે તેમ ગુજરાત કોંગ્રેસે મંગળવારે સાંજે વિધિવત્ રીતે જાહેર કર્યું છે. જે 1.26 લાખ લોકોએ મિસ કોલ કર્યા છે તે મંગળવાર બપોરે બે વાગ્યા સુધીના આંકડા છે.

તેવી રીતે આજે પણ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા સરકારના જુલ્મી મોટર વ્હીકલ એક્ટના વિરોધના બોર્ડ મારીને એક મોટા બોર્ડમાં અમદાવાદીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદીઓએ મોટી સંખ્યામાં પોતાના નામ લખીને આ કાયદાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

રાજ્યમાં ટ્રાફિક નિયમોના દંડ અને તેના અમલની પદ્ધતિ સામે નાગરિકોને પડતી હાલાકીને વાચા આપવા પ્રદેશ કોંગ્રેસે સોમવારે ૦૭૯૪૧૦૫૦૭૭૪ નંબર ઉપર મિસ કોલ અભિયાન શરૃ કર્યું છે. એક સપ્તાહ સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે તેમ જણાવી ગુજરાત કોંગ્રેસ તરફથી કહેવાયું છે કે, રાજ્યના નાગરિકો ઉપર સરકારે વગર વિચાર્યે દંડની ભારેખમ રકમો થોપી દીધી છે.

બીજી બાજુ વ્યવસ્થા તંત્રનો મોટા પાયે અભાવ જોવા મળી રહ્યો છે. લોકોને સરળતાથી લાઇસન્સ મળે, પીયુસી મળે, રોડ રસ્તા પર ખાડા દૂર થાય તે જવાબદારી સરકારની બને છે. સરકારે પોતે નિયમો પાળવા નથી ને પ્રજા પર જંગી દંડ ફટકારીને સુરાતન દેખાડવું તે લોકતંત્ર માટે કેટલે અંશે વાજબી છે?

આ પણ જુઓ વીડિયો: અમદાવાદના વડોદરા હાઇવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન