If you use alcohol and cigarettes during pregnancy
  • Home
  • Featured
  • પ્રેગનેન્સી દરમિયાન દારૂ-સિગારેટનું કરો છો સેવન તો ચેતી જજો, બાળકને થશે એવી સમસ્યા કે…

પ્રેગનેન્સી દરમિયાન દારૂ-સિગારેટનું કરો છો સેવન તો ચેતી જજો, બાળકને થશે એવી સમસ્યા કે…

 | 10:15 am IST

પ્રેગનેન્સી દરમિયાન સિગારેટ કે દારૂ પીવાથી બાળક પર ગંભીર અસર થાય છે.બાળકોના ચહેરા પર વિકૃતિ આવી શકે છે. એમ્સના નવા અભ્યાસ મુજબ આ વાત સામે આવી છે. એમ્સના અભ્યાસ અનુસાર, પ્રેગેનેન્સીની શરૂઆતમાં થોડાક અઠવાડિયામાં સ્મોકિંગ, દારૂ પીવો, ચુલ્હામાંથી નીકળતા ધૂમડાની વચ્ચે શ્વાસ લેવા કે વધારે દવા લેવા અને ન્યુટ્રિશિયનની ઉણપ થવા પર નવજાતના ચહેરામાં જન્મજાત વિકૃતિઓ આવી શકે છે.

ચહેરામાં વિકૃતિ તરીકે બાળકના હોઠ કપાયેલા હોય શકે છે કે તાળવામાં વિકૃતિ હોય શકે છે. કપાયેલા હોઠથી બાળકેને બોલવામા અને ખાવાનું ચાવવામાં સમસ્યા આવી શકે છે. તેનાથી દાંત પણ બરાબર આવતા નથી. એમ્સના ડેન્ટલ વિભાગે 2010માં આ અભ્યાસની શરૂઆત કરી દેને ત્રણ ફેજમાં પૂરી કરવામાં આવી. પ્રી-પાયલટ, પાયલટ અને મલ્ટી સેંટ્રિક ફેજમાં સ્ટડી પૂરી કરવામાં આવી. આ હાલ પાયલટ સ્ટડી છે. જે દિલ્હીના એમ્સ, સફદર જંગ હોસ્પિટલમાં અને ગુડગાંવના મેદાંતા મેડિસિટીમાં થયો.

આ અંગે ડોક્ટર ઓ.પી. ખરબંદાનું કહેવું છે કે મામલો એવો હતો કે દર્દીઓના દસ્તાવેજ એકઠા કરવાની પ્રક્રિયામાં સમાનતા લાવી છે તેમને કહ્યું કે તેનાથી માલૂમ પડે છે કે આ વિકૃતિથી પીડાય રહેલા દર્દીઓને ઇલાજની તરત જરૂરત હોય છે. તેના માટે ગુણવત્તા પૂર્ણ સાચવણી કરવામાં સુધારા માટે રણનીતિ બનાવવાની જરૂરત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન