- Home
- Fashion & Beauty
- હેરગ્રોથ કરવા માટે અળસીનો ઉપયોગ કરશો તો સુંદરતામાં ચાર ચાંદ લાગશે

હેરગ્રોથ કરવા માટે અળસીનો ઉપયોગ કરશો તો સુંદરતામાં ચાર ચાંદ લાગશે

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૬ વર્ષ છે. હું ઘણા સમયથી પ્રાઇવેટ પાર્ટમાં રેઝરનો ઉપયોગ કરીને હેર દૂર કરું છું. થોડા સમય પહેલાં મારી એક મિત્રએ મને જણાવ્યું કે તે બિકિની વેક્સ કરાવે છે. મને પણ બિકિની વેક્સ કરાવવાની ઇચ્છા થઇ ગઇ છે. મારે એ જાણવું છે કે લાંબા સમયથી રેઝર યુઝ કરતાં હોય તો બિકિની વેક્સ કરાવવાથી કોઇ સમસ્યા નહીં થાયને? અને જાતે બિકિની વેક્સ કરી શકાય?
જવાબ : રેઝરથી વાળ હટાવવાથી રૂટથી વાળ નથી દૂર થતા, પરિણામે બેથી ત્રણ દિવસમાં તે ફરી દેખાવા લાગે છે, ત્યારે તે જગ્યાએ ચળ આવવાની, બળવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે, જ્યારે બિકિની વેક્સમાં રૂટથી જ વાળ દૂર થવાથી તે લાંબા સમય સુધી આવતા નથી. તમે ખાસ્સા ટાઇમથી રેઝર વાપરી રહ્યા છો અને હવે વેક્સ કરાવવા માંગો છો તો એ અંગે તમારે ચિંતિત થવાની જરૂર નથી. શરૂઆતમાં થોડો દુખાવો થશે પણ રેગ્યુલર કરાવશો તો તે દુખાવો ઓછો થઇ જશે. તમે જાતે વેક્સ કરતાં શીખી જાઓ પછી ઘરે પણ કરી શકો છો, પણ પહેલી વાર પાર્લરમાં જ કરાવવું વધારે યોગ્ય રહેશે. બિકિની વેક્સમાં તમે રીકા કે બ્રાઝિલિયન કરાવી શકો છો. જ્યારે જાતે વેક્સ કરવાનું વિચારો ત્યારે સ્ટ્રીપલેસ બ્રાઝિલિયન વેક્સ લેવું. તે વધારે સરળતાથી કરી શકશો.
પ્રશ્ન : નમસ્તે, મારા વાળ ખૂબ પાતળા થઇ ગયા છે. હેરગ્રોથ કરવો હોય તો શું કરવું?
જવાબ : હેરગ્રોથ કરવા માટે શેક્યા વગરની અળસીની જેલ બનાવી તે વાળમાં લગાવો. અળસીની જેલ બનાવવા માટે બે ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી અળસી નાખી તેને ખૂબ ઉકાળો, પાણી જેલ જેવું બની જાય ત્યાં સુધી ઉકાળ્યા બાદ તેમાં થોડું વેસેલિન એડ કરી તેને ગાળી લો. આ જેલને અઠવાડિયામાં ત્રણ વાર વાળમાં લગાવો. થોડા સમયમાં જ નવા વાળ આવતા જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન