Ganpati ViGhneshwar will help you to get rid of problems this way
  • Home
  • Astrology
  • ગણપતિને પ્રસન્ન કરવા માંગો છો તો આ રીતે ભક્તિભાવ પૂર્વક કરો પૂજન

ગણપતિને પ્રસન્ન કરવા માંગો છો તો આ રીતે ભક્તિભાવ પૂર્વક કરો પૂજન

 | 5:21 pm IST

વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ઉત્પતિ ભાદરવા સુદ 4ના દિવસે થઈ હોવાનું મનાય છે. ભક્તજનો દ્વારા દર વર્ષે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક, ગણપતિની પૂજા અર્ચના થાય છે. જે ઘરમાં ગણપતિની પૂજા થતી હોય તે ઘરમાં ક્યારેય કોઈ મુસીબતો ટકી શકતી નથી. વ્યક્તિને કાર્ય સફળતા મળતી રહે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે કરેલી ગણેશ ઉપાસના અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે. ગણેશજીની સ્તુતિ અને ભક્તિ માનવીને પ્રભાવશાળી બનાવે છે. જો ગણપતિના આ મંત્રો કરવામાં આવે તો વ્યક્તિ સર્વ પ્રકારે સફળ નિવડે છે. અને અનંત સુખોની પ્રાપ્તિ કરી ગણેશલોકમાં વાસ કરે છે.

જો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિના આ સરળ મંત્રોનો જાપ કરવામાં આવે તો સર્વે પ્રકારે સુખ મળે છે. જાણો કેવી રીતે કરવી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ઉપાસના..

ચોથના દિવસે વહેલા ઉઠીને  નિત્ય કર્મથી પરવારી, ઘરમાં આવેલા મંદિરમાં નિત્ય સેવા પૂજા કરો. એ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવા. સાથોસાથ ગણપતિ પૂજનની સામગ્રી જેવી કે પૂજા સિંદૂર, દૂર્વ, ગંધ, અક્ષત, અબીલ, ગુલા, સુગંધિત ફૂલો, નાગરવેલના પાન, સોપારી, જનોઈ, ઋતુફળ દિવો, અગરબત્તી, ગણેશજી માટે ઉપવસ્ત્ર, અને નૈવેદ્ય( લાડુ) તૈયાર કરીને બેસો.

બાજોડ પર ગણપતિનું સ્થાપન કરો. પછી તેમનું વિધિવિધાનથી પૂજન કરો. જે ગણપતિની માટીની પ્રતિમા ન હોય અને ધાતુની પ્રતિમા હોય તો પંચામૃત પણ તૈયાર રાખવું . પૂજા કરવા બેસો ત્યારે સૌ પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ પાણીથી સ્નાન કરાવીને પૂજન વિધિનો આરંભ કરવો. પછી વિધિ-વિધાનથી પૂજા કરીને એક આસન પર બેસીને ગણેશ ગાયત્રી મંત્રના જાપ કરવા.

ગણેશ ગાયત્રી મંત્ર

એકદંતાય વિદ્મહે, વક્રતુન્ડાય ધીમહિ, તન્નો દન્તી પ્રચોદયાત
મહાકર્ણાય વિદ્મહે, વક્રતુન્ડાય ધીમહિ, તન્નો દન્તી પ્રચોદયાત
ગજાનનાય વિદ્મહે, વક્રતુન્ડાય ધીમહિ, તન્નો દન્તી પ્રચોદયાત

આ ઉપરાંત આ મંત્રો પણ કરી શકાય
ૐ શ્રીમન ગણેશાય નમઃ કે ૐ ગમ્ ગણેશાય નમઃનો જાપ પણ કરી શકાય તે પણ પ્રભાવશાળી મંત્રો છે.
ગણેશ ચોથથી લઈને અનંત ચતુર્દશીની વચ્ચે કે 10 દિવસમાં કુલ જે મંત્ર લો તેના 6 હજારથી લઈને 6 લાખ સુધીના ફાવે તેટલા જાપ કરવાનો સંકલ્પ લેવો અને તેની પૂર્તિ કરવી. આમ કરવાથી ઝડપથી ગણપતિના આશીર્વાદ મળે છે.  જો જાપ કર્યા પછી કરેલા જાપના દસમા ભાગના મંત્રો વડે જો હવન કરવામાં આવે તો ચોક્કસ પણે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આમ કરવાથી અપાર શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. મનની ઈચ્છાઓ ફળે છે. આવી રીતે કરેલી પૂજા ક્યારેય એળે જતી નથી. એક મહિનામાં જ મનોકામના પૂર્ણ થાય છે.

આ સિવાય ગણપતિના અન્ય મંત્રો પણ છે. તે વિશે વાત કરીશું. જેમાં અશુચિ કે શુચિનું કોઈ બંધન નથી.

ગણપતિના ધ્યાનના મંત્રોઃ
ઉદ્યદિનેશ્વર રૂચિં નિજહસ્તપદ્મૈઃ, પાશાંકુશા ભયવરાન દધતં ગજાસ્યાં. રક્તાં વરમ્ સકલ દુખ હરં ગણેશં, જ્ઞાયેત પ્રસન્ન મખિરા ભરણાભિરામમ્ |