Do thisway devi aradhana, it will bring real spirituality in you
  • Home
  • Astrology
  • આધ્યાત્મિક વિકાસ મેળવવા માટે આ રીતે કરો નવરાત્રિમાં ઉપાસના

આધ્યાત્મિક વિકાસ મેળવવા માટે આ રીતે કરો નવરાત્રિમાં ઉપાસના

 | 7:07 pm IST

ઋષિમુનિઓ આધ્યાત્મિક વિકાસ માટે નવરાત્રિનો સર્વશ્રેષ્ઠ સમય માને છે. આ દિવસોમાં કરેલા જપ- તપથી આતંરિક ઉર્જામાં વધારો થાય છે. જો તમે આ નવરાત્રિનો લાભ ઉઠાવવા માંગતા હોય તો આ રીતે ઉપાસના કરો. નવરાત્રિમાં વ્યક્તિનો ભાવ અતિ મહત્વનો છે. જે ભાવથી પૂજા કરવામાં આવે તેવું ફળ અનેક ગણું વધું થઈને પ્રાપ્ત થાય છે.

સારા ઉદેશ્યોથી કરવામાં આવતી નિઃસ્વાર્થ ભાવથી સેવા પૂજા એ સાચી આરાધના છે. જ્યારે વ્યક્તિનું આંતરમન સાફ હોય ત્યારે માતાજીની સમક્ષ બેસીને કરવામાં આવતું ધ્યાન તમારી આધ્યાત્મિક પ્રગતિના દરવાજા ખોલી નાંખે છે. તમને ચોક્કસ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ પતનમાથી ઉપર ઉઠીને પ્રગતિ અને વિકાસ તરફ અગ્રેસર થઈ જાય છે.

જ્યારે તમે કોઈ પૂજા કોઈ ચોક્કસ હેતુ વગર કોઈ ચોક્કસ ઉદેશ્ય વગર નિષ્કામ કર્મ ભાવનાથી કરો છો. ત્યારે સમગ્ર પ્રકૃતિ તેમાં ઓતપ્રોત થઈ જાય છે. વ્યક્તિ જીવનમાં જે કઈં મેળવે છે તે તેના કર્મનું જ ફળ હોય છે. વ્યક્તિ કોઈને ગરીબ કે પૈસાદાર નથી બનાવતો કે ઈશ્વર કોઈને રાજા કે રંક નથી બનાવતો. જે બનાવે છે તે વ્યક્તિના કર્મ જ હોય છે. માટે કર્મ સારા કરો. જો કર્મ સારા કરશો તો ફળ પણ અનંતગણું સારું જ મળશે.

કહેવાય છે કે દેવી આરાધના વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જીવનમાં તમામ દુઃખો, ચિંતાઓ કે ગ્લાનીના અંત માટે તેમાંથી છૂટકારો મેળવવો એટલે મોક્ષ મેળવવો પડે છે. કહેવાય છે કે આ મોક્ષ દેવી આરાધના વગર નથી મળતો. નવરાત્રિમાં જ્યારે શુદ્ધિ અને સાત્વિક શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં વિચરણ કરવા નિકળી હોય છે ત્યારે શુદ્ધ ચિત્તે કરેલી તેમની આરાધના અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ સૃષ્ટિનું સંચાલન શક્તિ વિશ્વનું કલ્યાણ કરવા કટીબદ્ધ છે. જ્યારે કોઈ વ્યક્તિ આત્મમંથન કરીને પોતાના સ્વભાવ કે વૃત્તિઓમાં સુધાર કરે છે ત્યારે તેને ચોક્કસપણે શુભ ફળની પ્રાપ્તિ થાય છે.