if you want to be rich then never forget these things
  • Home
  • Astrology
  • ચાણક્ય નીતિ: તમારા ધનને બચાવવું હોય તો આ વાતોને ક્યારેય ન ભૂલો

ચાણક્ય નીતિ: તમારા ધનને બચાવવું હોય તો આ વાતોને ક્યારેય ન ભૂલો

 | 4:00 pm IST

આચાર્ય ચાણક્યને ભારતના મહાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રીનો દરજ્જો મળ્યો છે. તેમણે પોતાની બુદ્ધિ અને બળથી જ્ઞાન અને નીતિઓથી નંદવંશનો અંત કરી ચંદ્રગુપ્ત મૌર્ય યુગની સ્થાપના કરી હતી. જીવનને સફળ અને શ્રેષ્ઠ બનાવવા તેમણે કેટલીયે નીતિઓ બનાવી છે. તેમને અપનાવીને તમે સરળતાથી ધનવાન બની જશો.

આ રીતે કરો ધનનો વ્યય

આચાર્ય ચાણક્યએ કહ્યુ છે કે ધનવાન બનવુ હોય તો સૌ પ્રથમ ધનનો વ્યય કરતા શિખો. જે રીતે તળાવ કે વાસણમાં ભરેલ પાણી વાસી થઈ જાય છે તે રીતે ધન પણ કોઈ કામનું નથી રહેતુ. ધનનો ઉપયોગ દાન, રોકાણ અને રક્ષા માટે કરવો જોઈએ.

આ રીતે કરો ધનની લેતી દેતી

ધનની લેતી દેતી કરતી વખતે લોકલાજનો ભય રાખવો ન જોઈએ. જે વ્યક્તિ લોકલાજના ચક્કરમાં ધનની લેતી દેતી નથી કરી શકતા તે ધનવાન નથી બની શકતા. જો તમે લોકલાજને કારણે ધનને યોગ્ય જગ્યાએ રોકાણ નહી કરો તો તેનો ખરો ઉપયોગ ન કરી શકો.

ના કરો મોહ

ધનનો મોહ ન કરો. ધનની પાછળ પાગલ ન રહો. તમારૂ કર્મ કરતા રહો ધનનો વધારે પડતો સંગ્રહ ન કરો. અહંકાર ન કરશો કેમકે ધન સાશ્વત નથી રહેતુ.

ખોટી રીતથી ન કમાણી કરો

ધન કમાવવા માટે ક્યારેય ખોટો રસ્તો ન અપનાવો, કોઈની કમાણી પર ખરાબ નજર ન નાંખો, મહેનત કર્યા વીના કરેલી કમાણી તમને આળસુ બનાવશે. આ રીતે કમાયેલું ધન થોડો સમય જ સાથે રહે છે અને આવા ધનની આવરદા માત્ર દસ વર્ષ જ હોય છે. આવુ ધન તમારી પાસે પડેલા ધનનો પણ નાશ કરે છે.

ગરીબોની મદદ કરો. ભૂખ્યાને અનાજ આપો. ખોટી જગ્યાએ જતુ નાણુ રોકવા ધાર્મિક કાર્યો કરો. તમારાથી નબળા કે ઓછી ક્ષમતા લોકોની મદદ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન