If you want to be successful in your life rope these plants at your home
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જો જીવનમાં મેળવવી હોય સફળતા તો ઘરમાં લગાવો આ પાંચ છોડ

જો જીવનમાં મેળવવી હોય સફળતા તો ઘરમાં લગાવો આ પાંચ છોડ

 | 3:14 pm IST

ઘરમાં લાગેલા અલગ-અલગ છોડ જોવામાં ખૂબ જ સારા લાગે છે. ઘરમાં ફૂલ અને છોડના કારણે ઉદાસ મન પણ શાંત થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે, વાસ્તુ અનુસાર ઘરમાં
લાગેલા કેટલાક છોડ પરિવારને ઉન્નતિ અને સફળતા આપવાનું કામ કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક છોડ વિશે બતાવીશું જેને વાસ્તુ પ્રમાણે શુભ માનવામાં આવે છે.

– જીવનમાં સફળતા જોઇતી હોય તો ઘરની આજુબાજુમાં નારિયેળનો છોડ લગાવવો જોઇએ. આ છોડને લગાવવાથી જીવનમાં આવી રહેલા વિઘ્ન દૂર થઈ જાય છે. તેની સાથે જ માન
સન્માનમાં વધારો થાય છે.

– કેળાના છોડને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી બધા જ અટવાયેલા કામો પૂર્ણ થાય છે. કેળાના છોડને ઇશાન કોણમાં લગાવવુ ખૂબ જ સારું
માનવામાં આવે છે. કેળાના છોડના પડછાયામાં બેસીને ભણવાથી મન અભ્યાસમાં લાગે છે અને જીવનમાં સફળતા મળે છે.

– ઘરમાં વાંસના છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે. આ છોડ સુખ-સમૃદ્ધિ અને સફળતા અપાવે છે તેવી
માન્યતા છે.

– લીમડાનું વૃક્ષ લગાવવાથી ઘરમાં હકારાત્મક શક્તિઓનું વાસ થાય છે. સામાન્ય રીતે લોકો આ વૃક્ષને સારું ગણતા નથી પણ લીમડાનું વૃક્ષ સકારાત્મક શક્તિઓની સાથે ઘરના
વાતાવરણને શાંત રાખે છે.

– આંબળાનું વૃક્ષ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું પરિવાર માટે સારું હોય છે. આ દિશામાં આંબળાનું વૃક્ષ લગાવવાથી પરિવારના બધા જ દુ:ખો દૂર થાય છે. ઘરમાં શાંતિ રાખવાની સાથે
જ આંબળાનું વૃક્ષ પરિવારના લોકોને સફળતા મેળવવામાં મદદ કરે છે.