If you want to live a happy life, this is effective 10 Remedy
 • Home
 • Astrology
 • સુખમય જીવન જીવવું હોય તો અસરકારક છે આ 10 ઉપાય

સુખમય જીવન જીવવું હોય તો અસરકારક છે આ 10 ઉપાય

 | 11:15 am IST

ઉપયોગી ટિપ્સ

સુખમય જીવન જીવવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા રહેતા હોઇએ છીએ. અલબત્ત સારાં કર્મો આપણને આમાં ખૂબ ફાયદો કરાવે છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સારા કર્મો કર્યા પછી પણ અમુક મુશ્કેલી જીવનમાં આવતી રહેતી હોય છે. આ મુશ્કેલી આપણને તકલીફ અને પીડા આપે છે. ત્યારે વિચાર આવે કે સારાં કર્મો કરવામાં એવી તો શું ચૂક આવી હશે, કે મહેનત કરવામાં એવી તો શું ચુક આવી હશે કે આ તકલીફનો સામનો કરવો પડે છે. આ બધામાંથી અમુક ઉપાયો તમને ઉગારી શકે છે.

આપણા વડીલો ઘણીવાર અમુક વસ્તુ કરે ત્યારે આપણે બોલીએ છીએ કે આવી રીતે સિદ્ધિ મળે ખરી? તો ખરેખર જવાબ એ છે કે આવી રીતે સિદ્ધિ મળી જ શકે છે. જેમ કે તમે બહાર સારા કામે જતાં હોય ત્યારે તમને તમારી માતા ગળ્યું દહી ચટાડતાં હોય છે. આને શુકન કહેવાય છે. કહેવાય છે કે ગળ્યું દહી ખાવાથી કામ તરત પતી જાય છે. આવા અનેક બીજા પણ ટોટકા છે જેને અપનાવવાથી ધન પ્રાપ્તી થાય છે, સુખમય જીવન જાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે અને બીજી પણ તકલીફમાંથી મુક્તિ મળે છે.

 • ક્યારેય પથારી ઉપર બેસીને મતલબ કે બેડ ઉપર બેસીની ભોજન ન કરવું. આમ કરવાથી ઘરમાં અશાંતિ વ્યાપી જાય છે અને ઘરના સભ્યો ઉપર દેવું ચઢી જાય છે. માટે હંમેશા નીચે બેસીને કે ડાઇનીંગ ટેબલ ઉપર બેસીને જ ભોજન કરવું જોઇએ.
 • રાત્રીના સમયે સુતા પહેલાં હંમેશા રસોડામાં પાણીની એક ડોલ મુકીને જ સુવો. આમ કરવાથી જો તમારા ઉપર દેવુ ચઢી ગયુ હશે તો તે દુર થશે. અને પૈસાની તકલીફમાંથી પણ મુક્તિ મળશે.
 • મહિનામાં એકવાર ઘરમાં સાકરવાળી ખીર બનાવવી જ જોઇએ. અને આ ખીરને બધા સભ્યોએ મળીને ખાવી. આમ કરવાથી પૈસાની તંગી દુર થશે. ગરીબી તમારી સાથે નહી રહે, અને તમારી ઉપર સતત માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.
 • કોઇપણ ફળ ખાઇને તેની છાલ ક્યારેય કચરાપેટીમાં ન ફેકવી. તેને કચરાપેટીમાં ફેંકવાને બદલે ઘરની બહાર જઇને કોઇ પશુ ખાઇ શકે તે રીતે ફેંકો. આમ કરવાથી દાનલાભ થશે. જો ઘરમાં કોઇ વારંવાર બિમાર પડી જતું હશે તો તે પણ નહી થાય. અને ઘરના દરેક સભ્યો સાજા-નરવા રહેશે.
 • આપણે રોજે ઘરમાં પૂજાસ્થાને દીવો કે આરતી કરતાં હોઇએ છીએ. પૂજામાં મુકેલો દીવો કે પાણીયારે પ્રગટાવેલો દીવો ક્યારેય ફૂંક મારીને ન હોલવવો. આમ કરવાથી કોઇ માઠા સમાચાર આવી શકે છે. ઘરના સભ્યોને તકલીફ પડી શકે છે. ઘરમાં પૂજાનું મંદિર હંમેશા ઇશાન ખૂણામાં જ રાખો. અને પૂજાની વસ્તુઓ, અગરબત્તી વગેરે દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવું.
 • જો જીવનમાં ઘણી મહેનત કરવા છતાં પ્રગતિ ન થતી હોય તો રાત્રે સુતાં પહેલાં બાથરૂમમાં ડોલમાં પાણી ભરીને રાખવું. આમ કરવાથી તમારી પ્રગતીના માર્ગ આપોઆપ ખુલવા લાગશે.
 • સૂર્યાસ્ત સમયે કોઇને પણ દૂધ, દહીં કે ડુંગળી ન આપવી. આમ કરવાથી ઘરના સુખમાં ઘટાડો થાય છે. અને સમૃદ્ધિનો નાશ થાય છે. માટે સૂર્યાસ્ત સમયે મહેમાન આવ્યું હોય તો પણ ચા બનાવવાને બદલે શરબત બનાવો અથવા સૂર્યાસ્ત થઇ જાય તેની રાહ જુઓ.
 • ઘરના મુખ્ય દરવાજાની સામે કચરાપેટી ન રાખવી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને પડોશી સાથે દુશ્મની પણ થાય છે.
 • રોજે સવારે ઘરમાં ફિલ્મી ગીતો મૂકવાને બદલે ભજન કે મંત્ર સ્તૂતી મૂકવાં. આવુ કરવાથી તમારા પરિવાર ઉપર ક્યારેય કોઇ સંકટ નહીં આવે. ભગવાનની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બનેલી રહેશે.
 • રોજે સવારે તુલસી ક્યારે પાણી ચડાવવાથી ઘરના સભ્યોમાં લાગણી ભાવના બની રહશે. આટલી વસ્તુઓનું દયાન રાખવાથી તમે હંમેંશાં સુખી રહેશો. પ્રગતિ મળશે. લક્ષ્મીજીની કૃપા થશે અને ક્યારેય દાનમાં નુકસાની નહી આવે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન