આવી ગઈ વસંત : કોઈને પ્રપોઝ કરવા માંગો છો, તો પહેલાં જાણી લો કેવી રહેશે તમારી જોડી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આવી ગઈ વસંત : કોઈને પ્રપોઝ કરવા માંગો છો, તો પહેલાં જાણી લો કેવી રહેશે તમારી જોડી

આવી ગઈ વસંત : કોઈને પ્રપોઝ કરવા માંગો છો, તો પહેલાં જાણી લો કેવી રહેશે તમારી જોડી

 | 12:35 pm IST

વસંતના વાયરા વાયા છે. હવે તો વેલેનન્ટાઈન ડે પણ દૂર નથી. બીજી બાજુ પુરજોશમાં લગ્નની સિઝન ચાલે છે. જો તમે હજી પણ કોઈની સાથે જોડી ન બનાવી હોય તો આ સિઝન ચૂકશો નહિં. તમે પણ પેર બનાવી જ લો… અહ..અહ.. અહ.. થોભો.. એટલી ઉતાવળ શા માટે કરો છો. કોઈને પ્રોપોઝ કરતાં એ જાણી લો કે તેની સાથે તમે બનાવેલી જોડી હિટ રહેશે કે ફ્લોપ. કારણકે કોઈપણ રિલેશનશીપને ચલાવવા માટે બે વ્યકિત વચ્ચે તાળમેળ જરૂરી છે. તેમની વચ્ચે એકબીજા માટે સારી સમજ હોવી એ બેહદ જરૂરી છે. જો કે કોઈ પણ નવા સંબંધમાં એ તાત્કાલિક ખબર ન પડે કે કેવું રહેશે સહજીવન.. આમછતાં જો તમે તેમની સાથે કેટલીક આનંદ પળો એવી વિતાવી હોય કે તે તમારા બંને માટે યાદગાર હોય. તો બસ વાર કેટલી.. એ વ્યક્તિ જ છે તમારા માટે સૌથી યોગ્ય. આમછતાં જ્યોતિષશાસ્ત્ર અને ખાસ કરીને ન્યૂમેરોલોજી એક એવો વિષય છે કે જે તમારો મનમેળ કેવો રહેશે તે વિશે જણાવે છે. આ માટે તમારો મૂળાંક(જન્મતારીખ – ઉદાહરણ તરીકે કોઈન 16-2-2019માં થયો હોય તો 16 એટલે કે 1+6 = 7 એ તમારો મૂળાંક  થયો)જાણી, તમારા સાથીનો મૂળાંક જાણી તેમની વચ્ચે કેવી રહે ત જાણી શકો છો.

કોઈને પ્રપોઝ કરવા જઈ રહ્યા છે તો બની શકે કે કુંડળી સાચી ખોટી હોય. તે મળે કે ન મળે પણ અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક જરૂર મેળવી લો. તે તમને નિરાશ નહિં જ કરે.

જાણો તમારા મૂળાંક અનુસાર કોણ બને સૌથી શ્રેષ્ઠ સાથી…

મૂલાંક 1
જો તમારો મૂલાંક 1 છે તો તમારા માટે 4 અંક મિત્ર અંક કહેવાય. જો પ્રપોઝ કરવા ઈચ્છો છો તો એવી વ્યકિતને કરો જેનો મૂલાંક 2, 3, 7, અને 9 છે. જે લોકોનો મૂલાંક 5 કે 6 છે તેમાથી તો દૂર જ રહેજો.

મૂલાંક 2
મૂલાંક 2 ધરાવતા લોકોનો મિત્ર અંક 7 છે. તમારે 2, 3, 4 અને 6 મૂલાંકના લોકો સાથે સારું બનશે. જ્યારે 5 અને 8 તમારા શત્રુ અંક છે ભૂલથી પણ આ મૂલાંક ધરાવતી વ્યકિતને પ્રપોઝ કરશો નહિં.

મૂલાંક 3
મૂલાંક 3 ધરાવતા જાતકોને શત્રુ અંક 4 અને 8 છે. તેનાથી તો તમારે દૂર જ રહેવું. ત્યાં જ તમારા મિત્ર અંક વાત કરીએ તો તમારા માટે 1, 2, 5 અને 7 મૂલાંક ધરાવતી વ્યકિત સાથે સારી પટશે.

મૂલાંક 4
મૂલાંક 4 ના જાતક 3 અને 5 મૂલાંક ધરાવતા લોકોને ક્યારેય પ્રેમ પ્રસ્તાવ ન મુકે, આ તમને ભારે પડી શકે છે. તમારા માટે 1, 2, 7 અને 9 જ યોગ્ય રહેશે.

મૂલાંક 5
જો તમારો મૂલાંક 5 છે તો તમારે 2 અને 4 મૂલાંક ધરાવતા જાતકોથી દૂર રહેવું, તમારા માટે મિત્ર અંક 3, 9, 1, 6, 7, 8 છે. તમે તેમની સામે પ્રેમનો પ્રસ્તાવ મુકી શકો છો.

મૂલાંક 6
મૂલાંક 6 ના જાતકો તેઓ 1 અને 8 મૂલાંકના લોકો સામે પ્રેમનો એકરાર ન કરે. તેમની માટે 3, 2, 4, 5, 6 વાળા જાતકો યોગ્ય રહેશે. તેમના પ્રેમ સંબંધથી તમને ફાયદો થશે.

મુલાંક 7
જે જાતકોનો મૂલાંક 7 છે તેમની માટે 2, 6, 3, 5 અને 8 મૂલાંક શુફ ફળદાયી રહેશે. તમારે 1 અને 9 મૂલાંક ધરાવતા જાતકોથી બચીને રહેવું.

મૂલાંક 8
મૂલાંક 8 ના લોકો જેઓ 3 અને 6 મૂલાંક ધરાવતા લોકોને પ્રેમ પ્રસ્તાવ આપવા વિચારી રહ્યા હોય તેઓ સાવધાન થઈ જાય. તેમની માટે 4, 2, 5, 7 અને 9 મૂલાંક જ યોગ્ય છે.

મૂલાંક 9
મૂલાંક 9 ના જાતકો 1 અને 7 મૂલાંક ના જાતકો પર ક્યારેય ભરોસો કરે નહિં. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા માટે 3, 6, 2, 4, 5 અને 8 મૂલાંકના જાતકો યોગ્ય રહેશે.