If you want to remove colds, coughs, phlegm, just make it ukalo for covid19
  • Home
  • Corona live
  • શરદી, ઉધરસ, કફ દૂર કરવો છે તો ઘરે જ બનાવો ઉકાળો, મળશે રાહત

શરદી, ઉધરસ, કફ દૂર કરવો છે તો ઘરે જ બનાવો ઉકાળો, મળશે રાહત

 | 11:18 am IST

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે  હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ જેવની સમસ્યા દૂર કરી શકો છો.  એવામાં આજે અમે તમારા માટે તુલસીના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તુલસીનો ઉકાળો…

બનાવવાની રીત

સૌ પ્રથમ તુલસીના પાનને સારી રીતે ધોઈ લો. એક પેનમાં પાણી નાંખી ધીમા તાપે તેને ઉકાળી લો. જ્યારે તે થોડું ગરમ થાય ત્યારે તેમાં તુલસીના પાન અને આદુ નાંખી દો અને પછી તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરો અને તેમાં ગોળ મિક્સ કરી લો. આ મિશ્રણને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ તેમાં સારી રીતે ઓગળી જાય. હવે આ ઉકાળાને 2 મિનિટ ઠંડો થવા દો. પછી તેને કપમાં ગાળી લો અને શક્ય તેટલું ગરમ પીવાનો આગ્રહ રાખો.

 

આ પણ જુઓ : ઘરે બનાવો ફુદીના પનીર ટિક્કા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન