If you want to stay away from tension then do this work on Monday
  • Home
  • Astrology
  • સોમવારે કરીલો આ અસરકારક ઉપાય, ગમે તેવું ટેન્શન દૂર ભાગશે

સોમવારે કરીલો આ અસરકારક ઉપાય, ગમે તેવું ટેન્શન દૂર ભાગશે

 | 10:38 am IST

આજનો સમય જ એવો કપરો છે કે કોઈને કોઈ વાતનું તમને ટેન્શન રહ્યાં કરે. ગમે તેટલા પ્રયાસો કરીએ તો પણ તણાવ અને ચિંતા આપણો પીછો છોડતી જ નથી. કેટલાક લોકો આનાથી બચવા માટે જાત જાતના ઉપાય કરે છે. આજે તમારા માટે કેટલાક સરળ ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમે સરળતાથી તણાવથી મુક્તિ મેળવી શકશો. તમારે સોમવારે આ ઉપાય કરવા જોઈએ.

આ પણ વાંચો: આ વખતે સર્વ પિતૃ અમાસ પર બની રહ્યો છે શુભ સંયોગ, શ્રાદ્ધ, તર્પણ, દાન કરવાથી થશે ફાયદો

ટેન્શનને દૂર કરવા માટે સોમવારના દિવસે ખીર બનાવો, ભગવાન શિવને તેનો ભોગ લગાવો. રાત્રે પ્રસાદ તરીકે તેને ગ્રહણ કરો. સોમવારે રાત્રે સુતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ 9 વખત કરો. કહેવાય છે કે ગાયત્રીમંત્રનો જાપ કરવાથી ટેન્શન દૂર થાય છે. મન શાંત થાય છે.

આ પણ વાંચો: આ સચોટ ટુચકા અજમાવી જુઓ, ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!

જો તમને વધારે માનસિક બેચેની રહેતી હોય તો સોમવારે ચંદ્રનું મોતી ધારણ કરો. જો તમે ગળામાં કે હાથમાં ધારણ કરશો ચંદ્રનું મોતી તો તેને ચાંદીમાં મઢાવીને જ પહેરો. ચંદ્રના મોતીથી તબીયતમાં સુધારો પણ થાય છે.

શનિવારે જળમાં દૂધ ભેળવીને ભગવાન શિવજીને અર્પિત કરો અને ચંદ્રશેખરાય નમ: મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી વેપાર સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. નોકરી કરતા હશો તો તેમાં પ્રગતિ થશે. અને ધનલાભ થશે. શનિવારે પીપળાના વૃક્ષની નીચે સરસોના તેલનો દિપક જલાવી ગરીબને ભોજન કરાવો. માન્યતા છે કે આવું કરવાથી ટેન્શન દૂર થશે.

આ Video જુઓ: જાણો એક મોતી દ્વારા આ તમામ મુશ્કેલીમાંથી ઉગારવાનો ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન