ઘરમાં આ વાસ્તુદોષ હશે તો પડશો વારંવાર બીમાર, બચવા કરો આ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • ઘરમાં આ વાસ્તુદોષ હશે તો પડશો વારંવાર બીમાર, બચવા કરો આ ઉપાય

ઘરમાં આ વાસ્તુદોષ હશે તો પડશો વારંવાર બીમાર, બચવા કરો આ ઉપાય

 | 4:42 pm IST

પરિવારના સભ્યોનું સારી રીતે ઘ્યાન રાખવા છતાં પણ તમારા ઘરમાં કેટલાક લોકો બીમાર જ રહે છે. શુ તમને ખબર છે કે, આમ થવાનું કારણ તમારા ઘરનું વાસ્તુદોષ પણ થઈ શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક ખામીઓ અને તેના ઉપાય વિશે જણાવીશું.

ઘરની વચ્ચે ફર્નીચર
જો તમારા ઘરની વચ્ચે કોઈ વજનદાર ફર્નીચર રાખવામાં આવેલું હોય તો તેને તરત જ ત્યાંથી દૂર કરી દો. કારણ કે, વાસ્તુમાં આ સ્થાનને બ્રહ્મ સ્થાન માનવામાં આવ્યું છે અને બ્રહ્મ સ્થાનને હંમેશા ખાલી રાખવાનું હોય છે.

ઘરની વચ્ચે દાદર
જો તમારા ઘરની વચ્ચે દાદર છે તો તે ખોટું છે. ધ્યાન રાખો કે, દાદર ઘરના છેડેથી શરૂ થવું જોઇએ અથવા તો ઘરના કોઈ ખૂણામાં હોવું જોઇએ.

આગ તત્વનું અસંતુલન
ઘરમાં બીમારીનું એક મુખ્ય કારણ આગ તત્વમાં અસંતુલન પણ થઈ શકે છે. જો તમારું ઘર દક્ષિણમુખી છે અને તે જ દિશામાં ઘરનો ઢાળ છે સાથે-સાથે પાણીનો કોઈ સ્ત્રોત દક્ષિણ-પૂર્વ દિશામાં છે તો, તમારા પરિવારના સભ્યો સતત બીમાર રહેશે. આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે દક્ષિણ દીવાલ પર સ્થિત બધા જ દરવાજાને બંધ કરી દો. સાથે જ દરવાજો ઉંચો અને લાકડીનો હોવો જોઇએ જેથી બહારના રસ્તા ન દેખાય.

આગ્નેય કોણમાં રાખો આ વસ્તુઓ
ઘરના આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ)માં દરરોજ લાલ રંગની મીણબત્તી સળગાવવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

આગ્નેય કોણમાં રસોડું
જો તમારા ઘરનું રસોડું આગ્નેય કોણમાં સ્થિત ન હોય તો ઘરમાં કમાણી કરતા સભ્યો સતત બીમાર રહે છે. રસોડું આગ્નેય કોણમાં જ હોવું જોઇએ.

આ રીતે લગાવો ભગવાનની તસવીર
ભગવાનની તસવીર આ રીતે લગાવો કે, તેમનું મોઢું દક્ષિણ દિશામાં રહે. આમ કરવાથી ઘરના સભ્યો સ્વસ્થ અને ખુશહાલ રહે છે.

બીમારના રૂમમાં રાખો આ વસ્તુઓ
જો તમારા ઘરમાં કોઇ બીમાર હોય તો તેમના રૂમમાં અમુક અઠવાડીયા સુધી એક મીણબત્તી સળગાવીને રાખો. વાસ્તુમાં તેને શુભ માનવામાં આવે છે.