જો હથેળી પર આ જગ્યાએ હશે ચોરસ આકૃતિ તો બદલાઈ જશે તમારું કિસ્મત - Sandesh
  • Home
  • Astrology
  • જો હથેળી પર આ જગ્યાએ હશે ચોરસ આકૃતિ તો બદલાઈ જશે તમારું કિસ્મત

જો હથેળી પર આ જગ્યાએ હશે ચોરસ આકૃતિ તો બદલાઈ જશે તમારું કિસ્મત

 | 1:01 pm IST

આપણી હથેળી પર કેટલાક પ્રકારની આકૃતિઓ હોય છે, આ આકૃતિઓ કેટલાક શુભ ફળ આપે છે તો કેટલાક અશુભ. અશુભ નિશાનના લીધે વ્યક્તિને તમામ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. તેમજ શુભ નિશાન હોવાને કારણે વ્યક્તિને સફળતા, માન-સન્માન અને ધન મળે છે. આપણી હથેળી પર એક ચોરસ આકૃતિ હોય છે અને આ આકૃતિ હથેળી પર અલગ-અલગ ભાગો પર બને છે. હથેળીના શુભ સ્થાને આ ચોરસ આકૃતિ હોવાને કારણે વ્યક્તિને સતત ભાગ્યનો સાથ મળતો હોય છે. આવો જાણીએ હથેળી પર બનતા ચોરસ નિશાન વિશે જેના હોવાને લીધે જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

ભાગ્યરેખા પર ચોરસ આકૃતિ
જો ભાગ્ય રેખાની આજુ-બાજુમાં ચોરસ આકૃતિ બનતી હોય તો વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે. અટવાયેલા કામોની અડચણો દૂર થાય છે.

મંગળ પર્વત પર ચોરસ આકૃતિ
મંગળ પર્વત હથેળી પર બે જગ્યાએ બને છે. એક અંગૂઠાની પાસે અને બીજો હૃદય રેખા અને મસ્તિષ્ક રેખા પાસે. મંગળ પર્વત પર ચોરસ આકૃતિ હોવાને કારણે વ્યક્તિના પરાક્રમમાં વૃદ્ધિ થાય છે અને તે પોતાના દુશ્મનો પર હંમેશા વિજય મેળવે છે.

શનિ પર્વત પર ચોરસ આકૃતિ
શનિ પર્વતનું સ્થાન હથેળી પર મધ્યમાં આંગળીની નીચે હોય છે. આ જગ્યાએ ચોરસ આકૃતિ બનવા પર વ્યક્તિનો માન-સન્માન વધે છે અને તે ધનવાન બને છે.

જીવન રેખા પર ચોરસ આકૃતિ
જો જીવન રેખા પાસે ચોરસ આકૃતિ બને તો એ સારા સ્વાસ્થ્યના સંકેત છે. આવી પરિસ્થિતિમાં તમારી ઉંમર વધે છે.

લગ્ન રેખા પર ચોરસ આકૃતિ
નાની આંગળીના નીચે બુધ પવર્ત પર આવેલી લગ્ન રેખા પર જો ચોરસ આકૃતિ બનતી હોય તો જીવનસાથી સાથેના સંબંધો સારા હોય છે અને પરિવારને સુખ પ્રાપ્ત થાય છે.