This ten sign says that saturn will give bad result
  • Home
  • Astrology
  • આ દસ સંકેતો જણાવે છે કે શનિ તમારા માટે છે અશુભ

આ દસ સંકેતો જણાવે છે કે શનિ તમારા માટે છે અશુભ

 | 3:56 pm IST

પ્રકૃતિમાં એક વાત ચોક્કસ છે કે કોઈપણ વસ્તુ એમનેએમ નથી થતી. કોઈપણ સમય પછી તે સારો હોય કે ખરાબ તે આવતા પહેલાં ચોક્કસ સંકેત આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં લોકોને સૌથી વધું પજવતા ગ્રહો છે શનિ અને રાહુ. તેમાંયે આ ગ્રહો જ્યારે અશુભ આપે છે ત્યારે વ્યક્તિના જાન પર આવી બને છે. વ્યક્તિને ક્યાંય આરો દેખાતો નથી. આજે આપણે વાત કરીએ કે જો શનિ ગ્રહ દૂષિત થાય તો વ્યક્તિને જીવનમાં કેવા મળે છે પૂર્વ સંકેતો… આ દસ સંકેતો એ જણાવે છે કે તમારા માટે શનિ બન્યો છે અશુભ..

શનિ ગ્રહ દૂષિત કે અશુભ ફળદાતા બને ત્યારે…
1. વ્યસનો તરફ રુચિ વધવા લાગે તો જાણવું કે શનિનો નકારાત્મક પ્રભાવ વધી રહ્યો હોય છે.
2. જૂતા કે ચપ્પલની ચોરી થાય તે પણ નકારાત્મકતા વધવાનો સંકેત છે.
3. ઘરની દિવાલો પર તિરાડ પડવી અથવા દિવાલનું તુટવું.
4. કાનમાં અને પગમાં તકલીફ પણ શનિના પ્રભાવના કારણે થાય છે.
5.  ઘર કે દુકાનમાં આગ લાગવી શનિના અશુભ પરિણામના સંકેત છે
6. અવૈધ પ્રેમ સંબંધ પણ શનિના પ્રભાવના  કારણે બંધાય છે.
7. ઘરમાં રાખેલા પ્રાણી કે પક્ષીનું અચાનક મોત થઈ જાય.
8. આવકમાં અચાનક ઘટાડો થવો પણ શનિ પ્રભાવનો સંકેત છે.
9. ઘરમાં અચાનક જ નોકર-ચાકરની તકલીફો શરૂ થઈ જાય છે.
10. શરીરમાં વાયુ સંબંધી રોગ વકરવા લાગે છે. મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડે છે.