ઇરફાન ખાનની આવનારી આ ફિલ્મ છે સત્ય ઘટના પર આધારિત - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઇરફાન ખાનની આવનારી આ ફિલ્મ છે સત્ય ઘટના પર આધારિત

ઇરફાન ખાનની આવનારી આ ફિલ્મ છે સત્ય ઘટના પર આધારિત

 | 12:12 pm IST

પત્ની અને તેના પ્રેમીને રંગે હાથે પકડ્યાં બાદની રસપ્રદ વાર્તા

ઇરફાન ખાનની આવનારી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં ઇરફાન ખાન પોતાની પત્નીને અને પત્નીના પ્રેમીને રંગેહાથે પકડે છે. આ ઘટના બાદ ઇરફાન ખાન પોતાની પત્ની અને પ્રેમીને બ્લેકમેલ કરવાનો પ્લાન કરે છે. ફિલ્મની આ વાર્તાને અસાધારણ પ્રતિક્રિયા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મની આ કહાની વાસ્તવિક ઘટના પર આધારિત છે.

ફિલ્મ ‘બ્લેકમેલ’નાં લેખક પરવેઝ શેખનું કહેવું છે કે, “ફિલ્મની વાર્તા એક દંપતિ પર આધારિત છે જેમને હું ઓળખું છું. તે લોકો મુંબઇની બાહર રહે છે. મેં આ પાત્રોને એ શહેરમાં રાખવાનો પ્રયાસ કર્યો છે જેનાથી હું પરિચિત છું.”

પરવેઝ શેખે વધુંમાં કહ્યું કે, “વાર્તાનો પહેલો ડ્રાફ્ટ પૂર્ણ કરવામાં મને 3 મહિનાનો સમય લાગ્યો હતો. આ વાર્તા મેં 6 વર્ષ પહેલા લખી હતી.” ફિલ્મ ‘બ્લેકમેલ’માં દર્શકોને બેવફાઇનો એક અનોખો કિસ્સો જોવા મળશે. ફિલ્મ નિર્દેશક અભિનવ દેવની ‘દેલ્હી બેલ્લી’ બાદ આ બીજી વિચિત્ર કૉમેડી ફિલ્મ છે.

ફિલ્મ ‘બ્લેકમેલ’નું ટ્રેલર દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. દર્શકોએ ઇરફાનનાં પાત્રની ભરપૂર પ્રશંસા કરી છે અને આ ફિલ્મને ‘પરફેક્ટ મધ્યમ વર્ગિય પરિણિત પુરુષ’ની વાર્તા કહી છે. ફિલ્મ ‘બ્લેકમેલ’ 6 એપ્રિલ 2018નાં રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.