NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જીતનાં જશ્નમાં મગ્ન થઇ આલિયા શાહિદે ઉડાવી દીધી IIFA ની ટ્રોફી Video

જીતનાં જશ્નમાં મગ્ન થઇ આલિયા શાહિદે ઉડાવી દીધી IIFA ની ટ્રોફી Video

 | 11:07 am IST

આઇફા આવોર્ડનાં 18માં સંસ્કરણમાં શાહિદ કપૂર અને આલિયા ભટ્ટને ‘ઉડ્તા પંજાબ’માં તેમના શાનદાર કામ માટે તેઓને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામા આવ્યો. દિલજીત દોસાંજને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટરની ટ્રોફી આપવામા આવી. રવિવારના રોજ શાહિદ અને આલિયાએ એક-બીજાને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર દુનિયામાં 99.7 કરોડનો બિઝનેસ કરી ચૂકેલ ‘ઉડતા પંજાબ’માં શાહિદ કપૂરે પંજાબી રોકસ્ટારની ભૂમિકા ભજવી હતી, જે ડ્રગ્સની લતનો શિકાર હોય છે. જ્યારે આલિયા ફિલ્મમાં એક પ્રવાસી મહિલાની ભૂમિકામાં હતી.

Here's to Udta Punjab ❤️ @shahidkapoor

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

ખરેખર શાહિદ અને આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક બૂમરૈંગ વીડિયો પોસ્ટ કરી એક-બીજાને શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોમાં શાહિદ અને આલિયા પોતાના એવોર્ડને ઉછાળતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ઉડતા પંજાબ પહેલા શાહિદ અને આલિયાની જોડી ફિલ્મ ‘શાનદાર’માં નજર આવી હતી. વર્ષ 2015માં આવેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ લાબિત થઇ હતી.

My strength. Always lucky for me. ❤️

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

આઇફા એવોર્ડમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે પહોંચ્યો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યા બાદ શાહિદે ઇન્સ્ટાગ્રામ પર પન્તી સાથે એક તસવીર પોસ્ટ કરી છે જેમા તેણે લખ્યુ કે, મીરા તેના માટે લકી છે.

Cause you always need a close up 🙂

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

આઇફામા સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો જ્યારે અરૂંધતિ રોય ચૌધરીને ફિલ્મ ‘પિંક’ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો.