Gujarat: IK Jadeja Question Gujaratbad Gujarat Road Ask Auda Officials Will- Walk Road
  • Home
  • Ahmedabad
  • BJPના નેતા આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને મચાવ્યો ખળભળાટ, કોન્ટ્રાક્ટરોની પૉલંપૉલ ખોલી

BJPના નેતા આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને મચાવ્યો ખળભળાટ, કોન્ટ્રાક્ટરોની પૉલંપૉલ ખોલી

 | 12:15 pm IST

નવા ટ્રાફિક નિયમોને લઇને હવે પ્રજા બાદ નેતાઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ભાજપના નેતા આઈ કે જાડેજાએ દ્વારા નિદ્રાધીન અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે, અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે જાહેર રસ્તાઓની બિસ્માર હાલત થઇ ગઇ છે. ત્યારે આજે શહેરના બિસ્માર હાલતમાં માર્ગ મામલે જાડેજાએ ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો.

ભાજપના નેતા આઈકે જાડેજા દ્વારા ટ્વિટમાં અમદાવાદના બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, તેની વાત કરી હતી. ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીઝનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી? જેવા વેધક સવાલો કરીને પ્રજાની સાથે નેતાઓએ પણ રોષ ઠાલવ્યો હતો.

તમને જણાવી દઇએ કે, શહેરમાં ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોને લઇને ‘સંદેશ ન્યૂઝ’એ અધિકારીઓને ઢંઢોળ્યા હતા. હવે નેતાઓએ અધિકારીઓને ખખડાવ્યા હોવાથી આગામી સમયમાં તેની કેવી અસર થશે તે આવનારો સમય દેખાડશે.

નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રસ્તાઓની પોલ ખોલી છે.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદમાં વરસાદ પછી કેવા ખાડા પડ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન