ileana d cruz talks about her ex boyfriend see photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: વિદેશી ફોટોગ્રાફર સાથે બ્રેકઅપ બાદ ઈલિયાના ડિક્રુઝે ચોખવટ કરી કે…

PHOTOS: વિદેશી ફોટોગ્રાફર સાથે બ્રેકઅપ બાદ ઈલિયાના ડિક્રુઝે ચોખવટ કરી કે…

 | 12:13 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝનું તાજેતરમાં બ્રેકઅપ થયું હતું. તે ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નિબોનને ડેટ કરી રહી હતી. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એન્ડ્રયુની તસવીરો ડિલીટ કરી ત્યારે લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તેનું બ્રેકઅપ થયું છે. આ દિવસોમાં ઇલિયાના તેની આગામી ફિલ્મ પાગલપંતીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ઇલિયાનાએ તેના બ્રેકઅપ પર મૌન તોડ્યું હતું.

ઇલિયાનાએ કહ્યું કે તે આ વિશે મૌન હતી કારણ કે તે અન્ય વ્યક્તિની ગોપનીયતાનો આદર કરે છે અને તે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એન્ડ્રયુ વતી બોલવા માંગતી નથી. હું ફક્ત મારા વિશે જ કહી શકું છું.

પોતાના વિશે ફરી રહેલા સમાચારો પર ઇલિયાનાએ કહ્યું કે કેટલાક સમાચાર એવા છે જેમાં વધારી વધારીને કહેવામાં આવે છે અને સમાચારને સનસનાટીભર્યા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે હું જાણું છું કે આવી વસ્તુઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

ઇલિયાનાએ કહ્યું કે બ્રેકઅપ બાદ તેના પરિવારે આવી સ્થિતિમાંથી બહાર લાવવામાં ઘણી મદદ કરી. પરિવારના આ ટેકાને લીધે તે મુશ્કેલ સમયમાં સરળતાથી ખુદને સંભાળી શકે છે. તેનો પરિવાર જ તેની તાકાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન