Over 21,000 Indians Overstayed Visas In Us Last Year: Report
  • Home
  • Nri
  • વિઝા પૂરો થવા છતાં પણ એક-બે નહીં આટલાં ભારતીયો હજી છે અમેરિકામાં

વિઝા પૂરો થવા છતાં પણ એક-બે નહીં આટલાં ભારતીયો હજી છે અમેરિકામાં

 | 10:23 pm IST

વર્ષ 2017માં 21,000થી વધારે ભારતીયોના વિઝા પૂરો થઈ ગયો હોવા છતાં અમેરિકામાં ગેરકાયદેસર રોકાયાં હતાં. અમેરિકાએ તાજેતરમાં જાહેર કરેલા અહેવાલ અનુસાર ગેરકાયદે રોકાણ કરવામાં ટોપ ટેનમાં ભારતીયોનો ક્રમ આવે છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તૈયાર કરેલા વાર્ષિક અહેવાલ અનુસાર વર્ષ 2017માં 10.7 લાખથી વધારે ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. આ ભારતીયો B-1, B-2 વિઝા પર અમેરિકાની મુલાકાતે આવ્યાં હતાં.

આ લોકોનો હેતુ હરવાફરવાનો તેમજ વેપાર કરવાનો હતો, જેમાંથી 14,204 ભારતીયો અમેરિકામાં રોકાઈ ગયાં હતાં. કુલ 12,498 ભારતીયો એવાં છે જેનો કોઈ રેકોર્ડ નથી. આ તમામ ભારતીયો ગેરકાયદે અમેરિકામાં રોકાયાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

વર્ષ 2016માં 10 લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી, જેમાંથી 17,763 ભારતીયો ત્યાં રોકાય ગયાં હતાં. સિક્યોરિટી વિભાગના દાવા પ્રમાણે 15,723 ભારતીયોએ અહીં ગેરકાયદે રોકાણ કર્યું હતું. તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં 1,27,435 ભારતીય વિદ્યાર્થીઓ તથા સંશોધકો અમેરિકા આવ્યા હતા, જેમાંથી 4400 ભારતીયો અહીંયાં રોકાઈ ગયા હતા, જ્યારે આ સંખ્યા પૈકી 1567 લોકો અમેરિકા છોડીને જતાં રહ્યાં છે, જ્યારે 2,833 ભારતીયો હજુ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે.

ગત વર્ષે 4.5 લાખથી વધારે ભારતીયો ગેરકાયદે હોવાનું રેકોર્ડમાં નોંધાયું છે. 6 લાખથી વધારે ભારતીયો પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ તમામ ભારતીયો ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરે છે. આ અંગે તેમને પૂછપરછ પણ કરી, રેકોર્ડની તપાસ કરવામાં આવી છે.