ગેરકાયદે કેરેબિયન્સને પકડવા માટે સેવન ઈલેવન પર દરોડા પડાયા હતા - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગેરકાયદે કેરેબિયન્સને પકડવા માટે સેવન ઈલેવન પર દરોડા પડાયા હતા

ગેરકાયદે કેરેબિયન્સને પકડવા માટે સેવન ઈલેવન પર દરોડા પડાયા હતા

 | 2:46 am IST

વોશિંગ્ટન, તા. ૧૨

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગ દ્વારા અમેરિકામાં રહીને ગેરકાયદે કામ કરતા લોકો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો. અમેરિકામાં સૌથી મોટી સ્ટોર ચેન ધરાવતા સેવન ઈલેવનના ૧૦૦થી વધુ સ્ટોર ઉપર બુધવારે સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ૨૧ જેટલાં લોકો ગેરકાયદે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈમિગ્રેશન વિભાગને જણાવાયું હતું કે, હજારોની સંખ્યામાં કેરેબિયન લોકો ગેરકાયદે કામ કરી રહ્યા છે.

સ્થાનિક કંપનીઓ અને સ્ટોર્સ દ્વારા આ લોકોને નોકરીએ રાખવામાં આવ્યા છે. પૂરતા દસ્તાવેજો અને પરવાનગી વગર કામ કરનારા કેરેબિયન લોકોને પકડવા માટે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે કેલિફોર્નિયાથી માંડીને ફલોરિડા સુધીના ૧૭ જેટલા રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

ટ્રમ્પ તંત્ર દ્વારા કડક સંદેશો અપાયો

યુનાઈટેડ સ્ટેટ્સ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા આ દરોડા થકી કડક સંદેશઓ આપવામાં આવ્યો હતો. આઈસીઈ વિભાગના કાર્યકારી વડા થોમસ હોમને જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારે નોકરીઓ અને કર્મચારીઓ મુદ્દે જે આકરા નિયમ બનાવ્યા છે તેનું પાલન કરાવવા માટે અને ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓને ડામવા માટે આ દરોડા હાથ ધરાયા છે. અમેરિકી સરકાર દેશમાં ચાલતા આવા ગેરકાયદે ધંધા બંધ કરવા માટે સક્રિય છે અને લોકોને આ સંદેશો આપવા માટે જ દરોડાની કામગીરી શરૂ કરાઈ છે. જે પણ કંપની, સ્ટોર્સ કે અન્ય સ્થળે કામ કરતા કર્મચારીઓની યોગ્ય વિગત નહીં હોય તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. ખાસ કરીને કેરેબિયન્સને પકડવા માટે આ શોધ આદરવામાં આવી હતી.

;