પ્રતિબંધ વચ્ચે સિંગાપોરની બે કંપનીઓએ ઉ.કોરિયા સાથે કર્યો વેપાર - Sandesh
  • Home
  • World
  • પ્રતિબંધ વચ્ચે સિંગાપોરની બે કંપનીઓએ ઉ.કોરિયા સાથે કર્યો વેપાર

પ્રતિબંધ વચ્ચે સિંગાપોરની બે કંપનીઓએ ઉ.કોરિયા સાથે કર્યો વેપાર

 | 4:33 pm IST

ઉ.કોરિયા માટે સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. તેમ છતાં સંપૂર્ણ રીતે વેપાર પર પ્રતિબંધ વચ્ચે સિંગાપુરે ઉ.કોરિયાને મદદ કરવાનો આરોપ લાગી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સિંગાપોરની બે કંપનીઓ દ્વારા ઉ.કોરિયાને લકઝરી સામાનનો પુરવઠો પુરો પાડીને પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે અંતિમ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને સોંપવામાં આવ્યો છે અને જેના પર આ અઠવાડિયાના અંત સુધીમાં નિર્ણય આવશે. લીક થયેલા રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઓસીએન અને ટી સ્પેશ્યાલિસ્ટ આ બંને કંપનીઓએ ઉ.કોરિયાને દારૂ અને સ્પિરિટ સહિત લક્ઝરી સામાનનો જથ્થો પૂરો પાડ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ હેઠળ 2006 થી ઉ.કોરિયાને કોઈ પણ પ્રકારનો લક્ઝરી સામાન વેચવો ગેરકાનૂની છે અને સિંગાપુરના નિયમોની હેઠળ પણ ઘણાં વર્ષોથી ઉ.કોરિયાને આ પ્રકારનો સામાન વેચાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે આ મામલે બંને સહયોગી કંપનીઓ છે જેમને આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિ નથી કરી તેમ કહ્યું છે.

આ સાથે સંયુક્ત રાષ્ટ્રને સોંપવામાં આવેલા રિપોર્ટમાં એ વાતનો પણ દાવો કરવામાં આવ્યો છે કે, 2011 થી 2014 વચ્ચે ઉ.કોરિયામાં 20 લાખથી વધુ ડોલરથી વધુ સામાનનું વેચાણ થયું છે. કંપનીના વકીલે આ મામલે ખુલાસો કરતાં કહ્યું કે, સિંગાપોરના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તેમને જોર આપીને કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં ઉ.કોરિયા સાથે કોઈ પણ વેપારી સંબંધ નથી.