IMA Statement On Surgery Permission To Ayurveda Doctors
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આયુર્વેદના ડૉક્ટરોને સર્જરી કરવાનો અધિકાર મળવાથી ભડક્યું IMA, કહ્યું- આ તો ચોર દરવાજો

આયુર્વેદના ડૉક્ટરોને સર્જરી કરવાનો અધિકાર મળવાથી ભડક્યું IMA, કહ્યું- આ તો ચોર દરવાજો

 | 8:21 pm IST
  • Share

સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિને (Central Council of Indian Medicine) નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે આયુર્વેદના ડૉક્ટર (Ayurveda Doctors) પણ કુલ 58 પ્રકારની સર્જરી કરી શકે છે. તેમને જનરલ સર્જરી (General Surgery), ઈએનટી (નાક, કાન, ગળા), ઑપ્થેલમૉલજી (આંખ), ઑર્થો (હાડકા) અને ડેન્ટલ (દાંત) સંબંધિત બીમારીઓની સર્જરી કરી શકશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (Indian Medical Association) આયુર્વેદ ડૉક્ટરોને આપવામાં આવેલા આ અધિકારનો સંપૂર્ણ વિરોધ કર્યો છે. તેણે આ નિર્ણયને મેડિકલ સંસ્થાઓમાં ચોર દરવાજાથી એન્ટ્રીનો પ્રયાસ ગણાવતા કહ્યું છે કે આવામાં NEET જેવી પરીક્ષાઓનું કોઈ મહત્વ નહીં રહી જાય. આ સાથે જ સંસ્થાએ આ નોટિફિકેશનની પાછું ખેંચવાની માંગ કરવામાં આવી.’

નિર્ણયને એકતરફી અને ઉદ્દંડતાપૂર્ણ ગણાવ્યો

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સીસીઆઈએમના આ નિર્ણયને એકતરફી અને ઉદ્દંડતાપૂર્ણ ગણાવ્યો છે. તેણે આયુર્વેદિક ડૉક્ટરોને સર્જરી માટે અયોગ્ય ગણાવતા સીસીઆઈએમની સખ્ત આલોચના કરી છે. સંસ્થા તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આઈએમએએ લક્ષ્મણ રેખા ખેંચી રાખી છે જેને ઓળંગવા પર ઘાતક પરિણામો સામે આવશે.’ તેણે આગળ કહ્યું કે, ‘આઈએમએ, કાઉન્સિલને સલાહ આપે છે કે તે પ્રાચીન આધાર પર સર્જરીની પોતાની રીત બનાવે અને એમાં આધુનિક તબીબી વિજ્ઞાન પર આધારિત પ્રક્રિયાથી બિલકુલ દૂર રહે.’

દરેક સિસ્ટમને પોતાના દમ પર આગળ વધવા દેવામાં આવે

આ સાથે જ આઈએમએેએ સરકાર પાસે માંગ કરી કે તે આવા આધુનિક તબીબી વિજ્ઞાનના ડૉક્ટરોનું પોસ્ટિંગ ભારતીય મેડિકલની કૉલેજોમાં ના કરે. તેણે પ્રશ્ન કર્યો કે જો આ પ્રકારના શૉર્ટકટ્સને માન્યતા આપવામાં આવશે તો પછી NEETનું મહત્વ શું રહેશે? આઈએમએએ સરકારને અપીલ કરવાની સાથે સાથે પોતાના સભ્યો અને સમુદાયના લોકોને પણ ચેતવણી આપી છે કે તે કોઈ બીજી તબીબી પદ્ધતિના વિદ્યાર્થીઓને આધુનિક તબીબી પદ્ધતિનું શિક્ષણ ના આપે. આઈએમએએ કહ્યું કે, ‘તે અલગ અલગ પદ્ધતિઓના એકીકરણને રોકવાનો દરેક સંભવ પ્રયત્ન કરશે.’ તેણે કહ્યું કે, ‘દરેક સિસ્ટમને પોતાના દમ પર આગળ વધવા દેવામાં આવે.’

સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિનનું શું કહેવું છે?

બીજી તરફ સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિનનું કહેવું છે કે તેના ડૉક્ટરો છેલ્લા 25 વર્ષથી આયુર્વેદ સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં સર્જરી કરી રહ્યા છે. તેણે કહ્યું કે, આ નોટિફિકેશન ફક્ત આની માન્યતાના પ્રશ્નો સ્પષ્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આયુર્વેદના ડૉક્ટર પણ જનરલ અને ઑર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જી કરી શકશે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં કોરોનાનો કહેર વધતા ઠેર ઠેર ટેસ્ટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન